મહાઠગ કિરણ પટેલની પત્નીએ કહ્યું- એમને ફસાવ્યાં છે:PMOમાં કિરણને બધા ઓળખે છે, એમની કોઈ બદનામી કરી રહ્યું છે, કોઈ છે જે તેની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તેની નથી ખબર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યા બાદ અમદાવાદના રહેવાસી એવા કિરણ પટેલની ધરપકડ કરી છે. કિરણ પટેલે PMOનો અધિકારી હોવાનું કહી ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મેળવી હતી. ત્યારે અમદાવાદ ખાતે રહેતી કિરણ પટેલની પત્ની માલિની પટેલનો દિવ્ય ભાસ્કર દ્વારા સંપર્ક કરતા જણાવ્યું હતું કે, કિરણને ફસાવવામાં આવ્યો છે. PMOમાં કિરણને બધા ઓળખે છે, એમની કોઈ બદનામી કરી રહ્યું છે, કોઈ છે જે તેની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તેની નથી ખબર.

કિરણ પટેલ સાથે તેમનાં પત્ની પણ કાશ્મીર ગયાં હતાં
જમ્મુ-કાશ્મીરમાં PMOના અધિકારી તરીકે ઓળખ આપીને હાઈ સિક્યુરિટી વચ્ચે ફરતા ગુજરાતીની પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલના ઈસનપુર અને એસજી હાઈવે વિસ્તારમાં મકાન છે. હાલ કિરણ પટેલનો પરિવાર ઈસનપુર વિસ્તારમાં આવેલા ઘરમાં રહે છે. કિરણ પટેલ અવારનવાર કાશ્મીર આવતો જતો હોય છે. કિરણ પટેલ સાથે તેમનાં પત્ની પણ કાશ્મીર ગયાં હતાં.

કિરણ પટેલ પરિવારને પણ કાશ્મીર સાથે લઈ ગયો હતો.
કિરણ પટેલ પરિવારને પણ કાશ્મીર સાથે લઈ ગયો હતો.

કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે
માલિની પટેલે જણાવ્યું હતું કે કિરણ પટેલ સાથે થયું તે ખોટું છે. કિરણને ફસાવવામાં આવ્યા છે. અમે ક્યારેય કોઈનું ખોટું કરતા નથી. અત્યારે કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે. કશું હતું જ નહીં પણ ખોટી રીતે કિરણને ફસાવવામાં આવ્યા છે. કિરણ તો સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયા હતા અને કોઈએ ફસાઈ દીધા છે. તેમનું કાશ્મીરમાં કેટલાય સમયથી કામ ચાલુ જ છે. કામ ચાલુ હોય એટલે આવવા જવાનું રહે છે.

પત્ની માલિની પટેલ ડોક્ટર છે.
પત્ની માલિની પટેલ ડોક્ટર છે.

મોટાભાગની તપાસ પૂર્ણ, કોઈ વસ્તુ નેગેટિવ આવી નથી
માલિની કહ્યું કે, એવું કંઈ છે નહીં. જે આવ્યું છે તે બધું ખોટું છે. એટલે એવું કંઈ છે નહીં આ તો તેને કોઈએ ફસાવી દીધો છે. કિરણ આવું કરે જ નહીં. એમનામાં તો ખોટું કરવાનું કશું આવતું જ નથી. કોર્ટમાં પણ પોઝિટિવ રિસ્પોન્સ છે. મોટાભાગની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં બધું પોઝિટિવ છે અને કોઈ વસ્તુ નેગેટિવ આવી નથી. કારણ કે કોઈનું નેગેટિવ કર્યું નથી, રૂપિયો પણ લીધો નથી. કોઈ વિશે ખોટું બોલ્યા નથી તો શું લેવા આપણા વિશે નેગેટિવ રિપોર્ટ આપે કોઈ.

કિરણ પટેલ અંગે માલિનીએ જણાવ્યું કે, ખોટા ફસાવવામાં આવ્યા છે.
કિરણ પટેલ અંગે માલિનીએ જણાવ્યું કે, ખોટા ફસાવવામાં આવ્યા છે.

કિરણ પટેલ કોમ્પ્યુટર એન્જિનિયર છે
માલિનીએ વધુમાં કહ્યું કે, કોર્ટ જે નક્કી કરે એ જોઈએ. કોર્ટમાં પણ બધું પોઝિટિવ છે. વકીલ સાથે પણ વાત થઈ છે અને બધું પોઝિટિવ છે. તપાસ પણ મોટાભાગની પૂર્ણ થઈ છે જેમાં કંઈ ખોટું નીકળ્યું નથી. હું ડોક્ટર છું અને કિરણ કમ્પ્યુટર એન્જિનિયર છે. તો અમે આવું કેમ કરીએ?

કિરણ પટેલનો પરિવાર ઈસનપુરા ખાતે આવેલા ઘરમાં રહે છે.
કિરણ પટેલનો પરિવાર ઈસનપુરા ખાતે આવેલા ઘરમાં રહે છે.

PMOમાં કિરણને બધા ઓળખે છે
કિરણ પટેલ PMOમાં છે કે નહીં તે બાબતે માલિની પટેલે જણાવ્યું હતું કે PMOમાં કિરણને બધા ઓળખે છે. બધા મોટા માણસ કિરણને ઓળખે છે, સારા માણસો સાથે તેમણે કોન્ટેક્ટ છે. કોઈનું નામ ન અપાય પણ PMOમાંથી મોટા માણસ કિરણને ઓળખે છે. કિરણની કોઈ બદનામી કરી રહ્યું છે. કોઈ છે જે કિરણની પાછળ પડ્યું છે પરંતુ કોણ છે તે નથી ખબર.

PMOમાં કિરણ પટેલને બધા ઓળખતા હોવાનું પત્ની માલિકીએ જણાવ્યું.
PMOમાં કિરણ પટેલને બધા ઓળખતા હોવાનું પત્ની માલિકીએ જણાવ્યું.

જૂના કેસો પણ ક્યારના પૂર્ણ થઈ ગયા છે
જૂના કેસ હતા અમારા જેઠના અને બીજા તે કેસ તો ક્યારના પૂરા થઈ ગયા છે. જૂના કેસમાં ક્રોસિંગ પણ થઈ ગયું છે. અત્યાર સુધીની તપાસમાં કિરણનું વધારે ખરાબ પણ નીકળ્યું નથી.

મહાઠગ કિરણ પટેલ BJP ગુજરાતનો સભ્ય હોવાનો ગુજરાત AAPનો દાવો
ગુજરાત AAP દ્વારા મહાઠગ કિરણ પટેલનું ભાજપ સાથે કનેક્શન કાઢ્યું છે. ટ્વિટર પર તેના સભ્યપદ નંબર સહિતની વિગતો જાહેર કરી છે. ગુજરાત આપે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, BJP ગુજરાતના નેતા કિરણ પટેલ PMO ઓફિસર બનીને જનતાના ટેક્સના પૈસા વેડફી રહ્યા છે. તેનું ભાજપ સભ્યપદ નં. 1000130975. પોતાને PMO ઓફિસર કહીને કાશ્મીર જાય છે, સરકારી સુરક્ષા અને સુવિધાઓનો લાભ લે છે.