તપાસ:ચાંદખેડામાં રૂપિયા બાબતે કોન્ટ્રાક્ટર પિતા-પુત્રનું અપહરણ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઘાટલોડિયા હિરામોતી સોસાયટીમાં રહેતા રાહુલ પારેખ મજૂરો રાખીને કોન્ટ્રાકટનું કામ કરે છે. 6 મહિના પહેલા રાહુલે ખોરજ-ખોડિયાર ખાતેની કનુ વાઘુભાઈ દેસાઈની સાઈટ પર કામ કર્યું હતું અને તેના કામ પેટે રૂ. 5.50 લાખ લેવાના હતા. પૈસા માટે બુધવારે રાહુલ પિતરાઇ કલ્પેશ સાથે કનુને મળવા ગયો ત્યારે બંને વચ્ચે પૈસા બાબતે ઝગડો થયો હતો.

દરમિયાન કનુએ ફોન કરીને ચેહર, ગોવિંદ અને મિતને બોલાવી લાકડી-ચપ્પા વડે હુમલો કરી રાહુલને કારમાં નાખી અપહરણ કરીને લઈ ગયા હતા. જ્યાં રાહુલ પાસે પૈસા મળી ગયા હોવાના વાઉચર પર સહી કરાવી જ્યારે બીજા પૈસા માટે રૂ.7 લાખમાં કિડની વેચી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ રાહુલને પાછા વિસત પાસે મુકી ગયા હતા. આ અંગે રાહુલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેહરભાઈ દેસાઈ, ગોવિંદભાઈ દેસાઈ, મિત દેસાઈ અને કનુભાઈ વાઘુભાઈ દેસાઈ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...