તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:22 લાખ વસૂલવા વસ્ત્રાપુરમાંથી વેપારીનું અપહરણ, અંતે છૂટકારો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નવસારી પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની કાર પકડી વેપારીને છોડાવ્યો
  • રાજસ્થાનથી ભાઈને મળવા આવેલાને કારમાં ઉપાડી ગયા હતા

વસ્ત્રાપુરમાં મેનેજમેન્ટ એન્કલેવ પાસે દુકાન ધરાવતા વેપારીનો રાજસ્થાનમાં રહેતા ભાઈ પાસેથી લેવાના નીકળતા 22 લાખની ઉધરાણી મામલે મહારાષ્ટ્ર પાસિંગની કારમાં આવેલા ત્રણ વ્યકિતઓએ અપહરણ કરી પૈસાની વ્યવસ્થા કરવાનુ કહી વેપારીને ફોન કર્યા હતા. જો કે વેપારીએ લોકેશનની માગણી કરતા અપહરણકારોએ ફોન બંધ કરી દીધો હતો.

આ અંગે વેપારીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મેસેજ ફરતો થતા નવસારી પોલીસે મેસેજના આધારે મહારાષ્ટ્ર પાસિંગની કારને રોકી યુવકનો છુટકારો કરાવી ત્રણ અપહરણકારોની ધરપકડ કરી હતી.

મૂળ રાજસ્થાનના ભિનમાલ જિલ્લાના રોપસી ગામના અને વસ્ત્રાપુર મેનેજમેન્ટ એન્કલેવમાં ભાડાની દુકાન ધરાવી કોમ્પ્યુટર સ્પેરપાર્ટસનો વેપાર કરતા કાંતિલાલ લોહારનો નાનો ભાઈ ભરતકુમાર લોહાર 2016થી પુનામાં રહેતો હતો અને ત્યાં ગ્લોબલ આઈ ટી ટેકનોલોજી નામની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. માર્ચ 2021 માં કોરોના સમયે તેના ભાઈના દુકાનમાલિકે દુકાન બંધ કરી દેતા તેમનો ભાઈ વતનમાં આવ્યા પછી કોઈ કામધંધો કરતો નહતો. દરમિયાન ગત 2 જૂનના રોજ ભરત લોહાર તેના ભાઈને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.

દરમિયાન બુધવારે ભરત વસ્ત્રાપુર ખાતે મોટાભાઈની દુકાને હાજર હતો. ત્યારે બપોરે રસ્તા પર તેને ત્રણ વ્યકિતઓએ ઘેરી લઈ માર મારી મહારાષ્ટ્ર પાસિંગની કારમાં નાખી લઈ જઈ અપહરણ કર્યુ હતુ.

આ મામલે કાંતિલાલ લોહાર પર ફોન આવ્યો હતો જેમાં તેમને કહ્યુ હતુ કે, તમારા ભાઈ પાસેથી પેમેન્ટ લેવાનુ છે જે 22 લાખ જેટલુ થાય છે અત્યારે પાંચ લાખ ભરતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો તો અમે પાછા આવીએ છીએ જેથી કાંતિલાલે પૈસાની વ્યવ્સથા કરવાનુ કહી તેમન લોકેશન માગ્યુ હતુ. પરંતુ અપહરણકારોએ લોકેશન આપ્યુ નહતુ અને મેસેજ કરીને પૈસાની માંગણી ચાલુ રાખી હતી. દરમિયાન કાંતિલાલે પોલીસને જાણ કરવાનુ કહેતા તેમણે સંપર્ક બંધ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...