તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રમત ગમતને ફાયદો થાય કે ન થાય અને સ્પોર્ટસમેન તૈયાર થાય કે ન થાય પણ અહીં આ ભંગારવાળાઓ અને પસ્તીવાળાઓને ચોક્કસ ફાયદો થઈ રહ્યો છે. આ છે ખોખરામાં આવેલું જિલ્લા રમત ગમત સંકુલ જેને 2007માં રાજ્ય સરકારે તૈયાર કર્યું છે. આમ તો તેનો મુખ્ય ઉદ્દેશ રમત ગમતમાં છોકરાઓને તૈયાર કરવાનો છે તે સાથે કેમ્પનું પણ આયોજન કરવાનો છે. હાલ આ પ્રવૃત્તિઓ તો મંદ ગતિએ ચાલે છે પણ બહાર મુખ્ય પ્રવેશ દ્વાર પર ભંગારવાળાઓ અને પસ્તીવાળો બેરોકટોક ધંધો કરે છે.
ક્યાંક ક્યાંક રિક્ષાઓ પણ આવી જાય અને ગેટ આગળ પાર્કિંગ કરી દે. દબાણખાતું આવે ત્યારે થોડાક સમયે બધા છૂમંતર થઈ જાય પછી પાછી જૈસે થે જેવી સ્થિતી થઈ જાય છે. સ્થાનિકોનો આક્રોશ છે કે અાટલું સરસ સંકુલ પણ પ્રવેશદ્વારે જ દબાણોને લઈને બહારથી આવતાં ખેલાડીઓમાં બદનામ થઈ રહ્યું છે.
આસપાસનાની દુકાનોના માલિકો પણ આ સંકુલને લઈને ગર્વ અનુભવે છે પણ આ દબાણોને લઈને હવે તેઓ પણ તંત્રને રજુઆત કરવા પહોંચી જાય છે. રાજ્ય સરકારના પ્રયાસોથી શરૂ કરાયેલ આ સંકુલ કોરોનાકાળમાં હજુ જોઈએ તેવું એક્ટિવ થયું નથી ત્યારે યુવાનો વધુ સંખ્યામાં રમત ગમત માટે એક્ટિવ થાયે જરૂરી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.