તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:મ્યુનિ.-રેલવેના સંકલનના અભાવે ખોખરા બ્રિજનું કામ અધ્ધરતાલ, જાન્યુઆરી 2018થી ખોખરા રેલવે બ્રિજ બંધ કરાયો છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજિત મિલ ચાર રસ્તા પાસેના બ્રિજનું કામ પણ ગોકળગાયની ગતિએ ચાલે છે

ખોખરા અને કાંકરિયાને જોડતો રેલવે ઓવર બ્રિજ છેલ્લાં અઢી વર્ષથી બંધ હોઇ, લાખો નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ બ્રિજનું કામ પૂરું કરવાની જવાબદારી કોર્પોરેશનની છે. મ્યુનિ.ના અધિકારીઓ રેલવેને હવાલો આપી કામ આગળ વધારતા નથી. મ્યુનિ. અને રેલવે અધિકારીઓના સંકલનના અભાવે આ બ્રિજનો ટ્રાફિક એલ.જી.ઓવર બ્રિજ પર ડાયવર્ટ કરાતાં પીકઅવર્સમાં બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. 2 જાન્યુઆરી 2018થી ખોખરા રેલવે બ્રિજ બંધ છે.

બીજી તરફ હાટકેશ્વરથી મેમ્કોને જોડતા અજિત મીલ ચાર રસ્તા પાસેના ઓવરબ્રિજનું કામ પણ બે વર્ષથી ગોકળગાય ગતિએ ચાલતું હોવાથી લોકોને ખૂબ લાંબું ચક્કર કાપવું પડે છે. બ્રિજનું કામ ચાલતું હોવાથી લોકો વન-વેમાં પોતાનું વાહન હંકારતા ટ્રાફિકની મોટી સમસ્યા જોવા મળે છે, અકસ્માતનો ભય રહે છે. ઠક્કરબાપા નગર પાસેના ઓવર બ્રિજમાં દોઢ માસ પહેલાં ભૂવો પડ્યો હતો તેનું રિપેરિંગ કામ ધીમી ગતિએ ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...