લૂંટના આરોપીની ધરપકડ:એક્સિડેન્ટના બહાને ખેરાલુ પોસ્ટ ઓફિસના કેશિયરના 11 લાખ લૂંટ્યા, એક વૃદ્ધને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેરાલુ પોસ્ટ ઓફિસના કેશિયર બેંકમાંથી રૂપિયા લઈને આવતા હતા, ત્યારે એક્સિડન્ટ કર્યો હોવાનું કહીને રૂ. 11 લાખની લૂંટ કરવાની ઘટનામાં સંડોવાયેલા એક વૃદ્ધને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખેરાલુની પોસ્ટ ઓફિસમાં લૂંટ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી અકસ્માત કરવાના બહાને રૂપિયા લૂંટી ગયો હતો. સિનિયર સિટિઝન આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધને રોકડ 3 લાખ સાથે ઝડપી પાડ્યો
ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ જી આર ભરવાડને બાતમી મળી હતી, જેના પગલે પોલીસ ટીમે પ્રહલાદ ખીમજીભાઈ બંગાલી( છારા) ઉ.65 રહે. ફ્રી કોલોની, છારાનગર, સરદારનગરને કુબેરનગર કિશોર સ્કૂલ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રોકડા રૂ. 3 લાખ કબ્જે કર્યા હતા. પોલીસ પુછપરછમાં બહાર આવ્યુ હતુ કે, તાજેતરમાં 14 ઓકટોબરના રોજ બપોરના સમયે ખેરાલુ પોસ્ટ ઓફિસના કેશિયર બેંકમાં રૂપિયા લેવા ગયા હતા. ત્યાંથી કારમાં પાછા ફરતા હતા, ત્યારે કેટલાક લોકોએ તેમની કારને એક્સિડન્ટ કર્યો છે, તેમ કહીને બોલાચાલી કરીને ગાડીમાં થેલામાં રાખેલા રૂપિયા 11 લાખની લૂંટ કરી હતી. આ લૂંટમાં વૃદ્ધ અને તેના સાગરિતો સંડોવાયેલા હતા. આ લૂંટની રકમનો ભાગ પડતા તેના ભાગે રૂ. 3 લાખ આવ્યા હતા. જે પોલીસે કબ્જે કરીને અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.

આરોપીને ખેરાલુ પોલીસને સોંપાશે
આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યુ હતુ કે, આરોપી સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલો છે. આ અગાઉ તેમની ઓઢવ, બાપુનગર, દરિયાપુર, સરખેજ, નવરંગપુરા, રાણીપ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે આરોપીને ખેરાલુ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...