નવરાત્રી 2020:ચણીયાચોળી સાથે ખેલૈયા, પ્લાનિંગ સાથે આયોજકો-ગાયકો તૈયાર, નિર્દેશોની રાહ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરબાના ક્લાસીસ શરૂ થઇ ગયા. - Divya Bhaskar
ગરબાના ક્લાસીસ શરૂ થઇ ગયા.
  • ખેલૈયાઓની ચણીયાચોળી તૈયાર, ગાયકોને ઈન્કવાયરીઓ આવી, આયોજકો ઉકાળા આપવા તૈયાર
  • નવરાત્રીના તમામ પાસાંઓ પર તડામાર તૈયારીઓ શરૂ, લોકો માત્ર ગાઇડલાઇનની રાહમાં

રઢિયાળી રાતોનો માહોલ કેવો જામશે તેને લઇને સરકારની પરમીશન પર સૌની નજર છે. જો કે અમદાવાદમાં ગરબાના આયોજકો, ગાયકો, ખેલૈયાઓ ગરબાની તૈયારી કરી ચૂક્યાં છે. આયોજકો ઉકાળા અને ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ઓનલાઈન પાસની તૈયારી કરી ચૂક્યાં છે. તો ગાયકોને ગરબાને ઈન્કવાયરીઓ આવી છે. ખેલૈયાઓએ ચણિયાચોળી અને કેડીયાના ઓર્ડર આપી દીધા હોવાનું જણાવે છે.

ચોકઠાં બનાવી ગરબા રમાડીશું, ઉકાળા આપશું
ગાઇડલાઇનની રાહ જોઈ રહ્યાં છીએ. પરવાનગી મળે તો નવ દિવસની તૈયારી છે. નિયત ચોકઠાં કરીને તેમાં જ ગરબા રમાડીશું. સેનિટાઇઝેશન, માસ્ક, ઇમ્યુનિટી વાળું ફૂડ, ઉકાળા-કાવાની વ્યવસ્થા કરાશે. - ગ્રીષ્મા ત્રિવેદી, ગરબા આયોજક

પરમિશન મોડી મળે તો બે દિવસ યોજીશું
આયોજન થાય તો સાઉન્ડ, ડેકોરેશન, ઓર્કેસ્ટ્રા, લાઈટિંગ કરતાં લોકોની આજીવિકા ચાલી શકે. દોઢ મહિના પહેલા પરમિશન મળે તો જ આયોજન સારી રીતે થઈ શકે. લેટ મળશે તો છેલ્લા બે દિવસ નિયમો સાથે ગરબા રમાડીશું. - દેવાંગ ભટ્ટ, ગરબા આયોજક

નવી ચણિયાચોળીઓ બનાવવા આપી દીધી
ચણિયાચોળીમાં ભરતકામ, ટિકી તેમજ નવી પેટન્ટ કરાવવા ઓર્ડર આપી દીધો છે. ત્રણ મહિના પહેલાથી નવરાત્રિની તૈયારી ક્લાસીસમાં જઈને કરીએ છીએ પરંતુ આ વર્ષે ક્લાસીસ બંધ હોવાથી ઘરે જ તૈયારીઓ કરી રહ્યા છીએ. - મનિષા શાહ, ખેલૈયા

માસ્ક સાથે ગરબાની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ
ખેલૈયાઓ તૈયારીમાં લાગી ચૂક્યા છે. હાથમાં સેનિટાઈઝર અને ચહેરા પર માસ્ક પહેરી નવરાત્રી રમવા સજ્જ થઈ ગયા છે. અત્યારે જે પણ સ્ટેપ શિખવાડાય છે તેમાં સેનિટાઈઝર અને માસ્ક રાખી રહ્યાં છીએ. - રાધિકા મારફાતિયા, ફાઉન્ડર

મારા ગ્રુપના બુકિંગ માટે પુછપરછ શરૂ થઇ છે
ખેલૈયા ઉત્સાહમાં છે. ગાઈડલાઈન પર સૌની નજર છે. અમે અમદાવાદ, ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં ગરબા કરાવીએ છીએ. પૂછપરછ શરૂ થઈ ગઈ છે. કોઈએ નિરાશ ન થવું હોય તો વર્ચ્યુઅલ ગરબાનો વિકલ્પ છે - સંજય ઓઝા અને પાર્થ ઓઝા, ગાયકો

બ્લોક્સ બનાવીને ગરબા રમી શકાય
ગરબાનું નામ પડે એટલે પગ સાથે મન મોર બનીને થનગાટ કરે છે. હું માનું છું કે બ્લોકમાં કે સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ગરબા તો રમી જ શકાય. પણ ગાઈડલાઈન મળે તેને આપણે ફોલો કરવી જ રહી. - ઐશ્વર્યા મજમુદાર, સિંગર

તંત્ર જીવનને ધ્યાનમાં રાખી નિર્ણય કરે છે
અનલોક.૪ની ગાઈડલાઈનની તૈયારી છે. અઠવાડિયા પછી દિશાનિર્દેશ અપાશે. ભવિષ્યમાં ઉદાર ગાઇડલાઇન આવી શકે. તંત્ર જીવનને નજરે રાખી નિર્ણય કરે છે. - હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

નવરાત્રી અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે
કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નવા દિશાનિર્દેશ આપશે. જેને આધારે રાજ્ય સરકાર દિશાનિર્દેશ આપશે. નવરાત્રિના તહેવાર અંગે યોગ્ય નિર્ણય લેવાશે. અમદાવાદ પોલીસ બધી રીતે સુસજ્જ છે. - સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર

અન્ય સમાચારો પણ છે...