તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપે 60થી વધુના અને ત્રણ ટર્મ કે તેથી વધુ વખત ચૂંટાતાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય કરતાં ભાજપના ગઢ ગણાતા ખાડિયામાં ચારેય કોર્પોરેટર અને મણિનગરમાં ત્રણ કોર્પોરેટરોની ટિકિટ કપાશે. આ ઉપરાંત સાબરમતીમાં પણ બે કોર્પોરેટરની ટિકિટ કપાઈ જશે.
ખાડિયા ભાજપની રાજકીય લેબોરેટરી છે. 1995થી આ વોર્ડમાં સતત મયુર દવે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સહિતના કોર્પોરેટરોનું વર્ચસ્વ રહ્યું છે. આ વોર્ડના જ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પુત્ર માટે ટિકિટ માગી છે પણ સગાંને ટિકિટ નહીં આપવાના નિર્ણયથી આ વોર્ડમાં તમામ ચહેરા નવા આવશે. 1995 પછી પહેલી વખત આ વોર્ડમાં કોર્પોરેટર તરીકે નવા ચહેરાની પસંદગી થશે.
તે જ રીતે મણિનગર વોર્ડમાં પણ નિશા ઝા અને રમેશ પટેલ ત્રણ ટર્મથી ચૂંટાય છે. જ્યારે અમૂલ ભટ્ટ 60 વર્ષથી વધુની વયના છે. જેથી અહીં પણ ત્રણ કોર્પોરેટરો નવા આવશે. જ્યારે શીતલ ડાગાને રિપિટ કરે છે તે અંગે હજુ સસ્પેન્સ છે.
ત્રણ ટર્મથી વધુ ચૂંટાતાને ટિકિટ નહીં આપવાના નિર્ણય સામે સૌથી મોટો ફાયદો નવા પશ્ચિમ ઝોનના થલતેજ, ઘાટલોડિયા, ગોતા, જોધપુર, બોડકદેવ સહિતના વોર્ડના કોર્પોરેટરોને છે. કેમ કે, આ તમામ વોર્ડ 2007 પછી મ્યુનિ.માં ભળ્યા હતા જેથી મહત્તમ વિજેતા કોર્પોરેટરોની બે ટર્મ જ પૂરી થાય છે. જો કે, ઉંમરનો બાધ અને રિપિટ થિયરીને આધારે હાલના કોર્પોરેટરોને ટિકિટ મળશે કે કપાશે તેનો નિર્ણય બાકી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.