ખાડિયાના ચાર કોર્પોરેટરે ચાર વર્ષમાં બાકડાં પાછળ જ 20 લાખ ખર્ચ્યા હોવાનો ખુલાસો આરટીઆઈમાં માગેલી વિગતોમાં ખુલાસો થયો છે. ખાડિયાના રહીશ પંકજ ભટ્ટે આરટીઆઈ હેઠળ તેમના વિસ્તારના 4 કોર્પોરેટર મયૂર દવે, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, જયશ્રી પંડ્યા, ભાવના નાયકે કયા વિસ્તારમાં કેટલું બજેટ ફાળવ્યું છે, તેની માહિતી મેળવી છે, જેમાં એવી હકીકત બહાર આવી છે કે, 2016-17થી 2019-20 સુધીમાં ચાર કોર્પોરેટરે માત્ર બાંકડા મૂકવા પાછળ જ 19 લાખથી વધુનો ખર્ચ કર્યો છે. જોકે આ બાંકડા ક્યાં છે તેનું સોશિયલ ઓડિટ થઈ રહ્યું છે. આ કોર્પોરેટરે આરોગ્ય પાછળ, શાળાઓ પાછળ ખૂબ જ ઓછું બજેટ ફાળવ્યું હોવાનું પણ સામે આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.