તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:પાલિકાઓ-પંચાયતોના મતદાનની તૈયારીઓને આખરી ઓપ અપાશે, કેજરીવાલનો 'આપ'ના ચૂંટાયેલા કોર્પોરેટરોને આદેશ, ભાજપના નેતાઓને 'નાની' યાદ કરાવી દેજો

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર!

પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીને લઇ સ્ટાફ મતદાન મથક પર રવાના થશે, તૈયારીઓને આખરી ઓપ આપશે. ગોધરાકાંડને 19 વર્ષ પૂરાં, સાબરમતી એક્સપ્રેસના S-6 ડબ્બાને આગચંપી કરાતાં 58 કારસેવકોનાં મોત થયાં હતાં....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ49,099.99-1939.32
ડોલરરૂ.73.46+1
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ48,300+100

આ 4 ઘટના પર રહેશે નજર
1) પાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીને લઇ સ્ટાફ મતદાન મથક પર રવાના થશે, તૈયારીઓને આખરી ઓપ આપશે.
2) ગોધરાકાંડને 19 વર્ષ પૂરાં, સાબરમતી એક્સપ્રેસના S-6 ડબ્બાને આગચંપી કરાતાં 58 કારસેવકોનાં મોત થયાં હતાં.
3)રાજકોટથી ‘નમામી ગંગે’ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન ઊપડશે, 8 માર્ચ સુધી વારાણસી, ગયા,કોલકાતા, ગંગા સાગર, પૂરી, માટે દોડાવાશે.
4) પશ્ચિમ રેલવે દ્વારા વિરારથી નાગડા સુધી અને વડોદરાથી અમદાવાદ સુધીના રૂટ પર હમસફર સહિત 104 ટ્રેનો હવે 130 કીમી સ્પીડ પર દોડશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) સુરતમાં કેજરીવાલનો 'આપ'ના નવા ચૂંટાયેલા કોર્પોરેટરોને આદેશ, ભાજપના નેતાઓને તેમની 'નાની' યાદ કરાવી દેજો
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય મેળવ્યા બાદ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવ્યા હતા. ત્યાર બાદ કેજરીવાલનો નવા ચૂંટાયેલા કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સંવાદ યોજાયો હતો, જેમાં તેમણે ચૂંટાયેલા કોર્પોરેટરોને આદેશ કર્યો કે કોર્પોરેશનમાં સત્તા પર બેઠેલા ભાજપના નેતાઓને તેમની નાની યાદ આવી જાય એ પ્રકારનો પ્રયાસ કરજો.
વાંચો સમાચાર વિગતવાર

2) સુરતમાં શક્તિપ્રદર્શન, કેજરીવાલના રોડ શોમાં 'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'ના સૂત્રોચ્ચાર થયા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર ભવ્ય વિજય બાદ 'આપ'ના દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ભવ્ય શોનું આયોજન કર્યું હતું. વરાછાના માનગઢ ચોકથી શરૂ થયેલા આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. જેથી પાટીદાર આંદોલન જેવો માહોલ સર્જાયો છે અને આખું વરાછા ચક્કાજામ થઈ ગયું હતું. રોડ શોમાં 'સરદાર લડે થે ગોરો સે, હમ લડેંગે ચોરો સે'ના સૂત્રોચ્ચાર થયા હતા.
વાંચો સમાચાર વિગતવાર

3) ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો મતદારે ઊધડો લીધો, મધુએ કહ્યું, હું આચારસંહિતામાં માનતો નથી, કાલે પણ પ્રચાર કરીશ
વડોદરા જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીપ્રચાર અર્થે વાઘોડિયામાં યોજાયેલી જાહેર સભામાં વૃદ્ધ મતદારે ભાજપના વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ઉધડો લઈ નાખ્યો હતો. જોકે ધારાસભ્યએ વૃદ્ધ મતદાર પીધેલો હોવાનું જણાવી પોલીસને લઈ જવા માટે ફરમાન કર્યું હતું. બીજી તરફ મધુ શ્રીવાસ્તવે ચૂંટણી પંચને પડકાર ફેંકતા કહ્યું કે, હું આચારસંહિતાને પૂછતા નથી. આવતીકાલે પણ પ્રચાર કરીશ.
વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદના કુબેરનગરમાં કોંગ્રેસની પેનલ તૂટી, મતગણતરીમાં ભૂલ થતાં ભાજપનાં ઉમેદવાર વિજેતા જાહેર
અમદાવાદમાં વોર્ડ નંબર 14 કુબેરનગરમાં કોંગ્રેસની પેનલની જીત થઈ હતી, પરંતુ ભાજપનાં મહિલા ઉમેદવાર ગીતાબા વિશાલસિંહ ચાવડાએ પોતાના મત વધુ હોવા છતાં તેમને હારેલાં જાહેર કરવામાં આવ્યાં હોવાની ચૂંટણીપંચમા રજૂઆત કરી હતી. આ બાબતે ચૂંટણીપંચે બે દિવસમાં તપાસ કરી અને નવમા રાઉન્ડની ગણતરીમાં ભૂલ હોવાનું તપાસમાં બહાર આવતાં તેમને મોડી રાતે વિજેતા જાહેર કરી કાઉન્સિલર તરીકે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.
વાંચો સમાચાર વિગતવાર

5) આ છે અમદાવાદના પૂર્વ મેયર, સાંકડી ગલીના ખૂણામાં આવેલા સામાન્ય ઘરના એક રૂમમાં રહે છે અને ખાટલા પર બેસે છે
23 ફેબ્રુઆરીએ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામો આવી ચૂક્યાં છે. હવે અમદાવાદના મેયર કોણ બનશે એને લઈ અનેક નામોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે આજે અમે તમને એક એવા પૂર્વ મેયર અંગે જણાવી રહ્યા છીએ, જે આજે પણ સામાન્ય ઘરના એક રૂમમાં રહે છે. પૂર્વ મેયર અને હાલ પાર્લમેન્ટરી બોર્ડના સભ્ય કાનાજી ઠાકોરને જ્યારે સત્તા મળી ત્યારે પણ તેઓ બંગલોમાં રહેવા જવાને બદલે એક રૂમમાં રહેતા હતા.
વાંચો સમાચાર વિગતવાર

આજે આ ઈવેન્ટ પર રહેશે નજર...
-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈન્ડિયા ટોય ફેરનું ઉદઘાટન કરશે. તેઓ વીડિયો-કોન્ફ્રરન્સિંગ મારફત આ કાર્યક્રમમાં ભાગ લેશે.
- કોંગ્રેસનેતા રાહુલ ગાંધી 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી તામિલનાડુનો પ્રવાસ કરશે. રાજ્યમાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ચુકી છે.
-કૃષિ કાયદા સામે આદોલન કરી રહેલા ખેડૂતો આજે મજદૂર કિસાન એકતા દિવસ મનાવશે. અનેક ખેડૂતનેતા એમાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો