ભાસ્કર ઇન્ટરવ્યુ:કેજરીવાલે રાજકારણમાં પ્રવેશવા અણ્ણા આંદોલન પ્લાન્ટ કર્યું હતું: જનરલ વી.કે. સિંહનો ઘટસ્ફોટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંદોલન સમયે કેજરીવાલ, અણ્ણા હજારે સાથે વીકે સિંહની તસવીર. - Divya Bhaskar
આંદોલન સમયે કેજરીવાલ, અણ્ણા હજારે સાથે વીકે સિંહની તસવીર.
  • ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા માટે અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સૈન્ય વડા વી.કે. સિંહનો દિવ્ય ભાસ્કર સાથેના ખાસ ઇન્ટરવ્યુમાં દાવો
  • અણ્ણાનું ભ્રષ્ટાચારવિરોધી આંદોલન ભ્રામક હતું : વી.કે.સિંહ
  • મિટ્ટી કી રૂહ કા સપના હૂં ફિર મિટ્ટી મેં સો જાઉંગા”: જનરલ વી.કે. સિંહ

ભારતીય સેનામાં ભૂતપૂર્વ ફોરસ્ટાર જનરલ અને હાલમાં મોદી સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં વર્તમાન રાજ્ય મંત્રી વી.કે. સિંહ ડિફેન્સ એક્સપોમાં સામેલ થવા અમદાવાદમાં છે. વાંચો તેમનો એક્સક્લૂસિવ ઈન્ટરવ્યુ...
ભાસ્કર : અણ્ણા આંદોલનને તમે શું માનો છો?
વીકે સિંહ : આ એક ભ્રામક આંદોલન હતું. પહેલાંથી અરવિંદ કેજરીવાલની રાજકારણમાં આવવાની તૈયારી હતી અને તેમને બે વર્ષ પહેલાંથી તૈયારીઓ પણ શરૂ કરી દીધેલી હતી.
ભાસ્કર : શું અણ્ણા આંદોલન એક રાજકીય સ્ટન્ટ હતો?
વીકે સિંહ: હા, સાચી વાત છે કેજરીવાલ એક આઇઆરએસ કેડરના અધિકારી હોવાથી તેઓ બહુ સારી રીતે જાણે છે કે રાજકારણમાં કેવી રીતે પ્રવેશ કરવો અને આ જ તેમણે કર્યું પણ ખરું. રાજકીય ક્ષેત્રમાં જમાવટ કરવા આ આંદોલન કર્યું હતું.
ભાસ્કર : દિલ્હીની આમઆદમીની રાજનીતિ ગુજરાતમાં ચાલશે ?
વીકે સિંહ : બિલકુલ નહિ ચાલે, કેમ કે ગુજરાતી જનતા સ્વાભિમાની છે અને અંગત હિત કરતાં પોતાના રાજ્ય અને દેશહિતને હંમેશાં પ્રાથમિકતા આપે છે.

આંદોલન સમયે અન્નાની સાથે કેજરીવાલ અને વી.કે સિંહની તસવીર
આંદોલન સમયે અન્નાની સાથે કેજરીવાલ અને વી.કે સિંહની તસવીર

ભાસ્કર : પીએમ મોદીની વિકાસની રાજનીતિને તમે કઈ દૃષ્ટિથી જોઈ રહ્યા છો.
વીકે સિંહ : મોદીની વિકાસ નીતિના કારણે જ ભારતના રાજકારણમાં જે પરિવર્તન આવ્યું છે, એ છે કે રાજકારણના માપદંડ માત્ર ‘વિકાસ’ આધારિત રાજકારણ છે.
ભાસ્કર : મોદી સરકાર આવ્યા બાદ એક નેતામાં તમે શું ફેરફાર જોઈ રહ્યા છો.
વીકે સિંહ : મોદી સંગઠન સાથે જોડાયેલા હોવાથી જમીની હકીકતોથી ખૂબ પરિચિત હતા. તેથી જનભાગીદારી દ્વારા ભારતને વૈશ્વિક સ્તરે કેવી રીતે લઈ જવાય એવા પ્રયાસો તેમણે કર્યા છે. હવે ભ્રષ્ટાચારમુક્ત ભારત માટે ડિજિટલાઇઇઝેશન પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભારતમાં રાજકારણ એટલે માત્ર વિકાસ.

અણ્ણા આંદોલન સમયની તસવીર.
અણ્ણા આંદોલન સમયની તસવીર.

ભાસ્કર : અણ્ણા આંદોલન થકી તમે રાજકીય લાભ લેવા માગતા હતા કે નહિ?
વીકે સિંહ : ના, એકદમ નહિ, કેમ કે અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરુદ્ધના અંદોલનથી એક ખોટી વ્યક્તિને તક મળી છે.

ભાસ્કર : ગુજરાતમાં આગામી ચૂંટણીમાં એક પ્રચારક તરીકે જોડાશો ?
વીકે સિંહ : હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર છું, પાર્ટી દ્વારા જે જવાબદારી મને સોંપવામાં આવશે એ નિભાવવા માટે હું હંમેશાં તૈયાર છું.

અન્ય સમાચારો પણ છે...