તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રદૂષણથી પરેશાન:ખારીકટ કેનાલમાં કેમિકલયુક્ત પાણી છોડાતા રહીશો ઉપવાસ પર ઉતરવા તૈયાર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારીકટ કેનાલ પર બાયપાસ રોડ અને આજુબાજુમાં ગાર્ડન બનાવવાની માગ થઈ

નરોડાથી નારોલ 25 કિલોમીટરનાં વિસ્તારમાં ફેલાયેલી ખારીકટ કેનાલમાં વર્ષોથી કેમિકલયુક્ત પાણી છોડાતા આસપાસનાં રહીશોને દુર્ગંધ અને ગંદકીનો સામનો કરવો પડે છે. જે કેનાલને ચોખ્ખી કરવાની રજૂઆત કેનાલ પાસેનાં રહીશ ફેનિલ મેવાડા દ્વારા કોર્પોરેશનને છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે પણ તેમાં કોઈ નિવારણ ના મળવાને લીધે હવે તેઓ પોતાની ટીમ સાથે તંત્ર વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે.

ખારીકટ કેનાલમાં છોડાતા કેમિકલયુક્ત પાણીને બંધ કરવાની માંગણી સાથે તે કેનાલ પર બાયપાસ રોડ બનાવવા તેમજ આસપાસમાં ગાર્ડન બનાવવાની માગણી કરવામાં આવી છે પણ તેનો જવાબ ન મળતા ફેનિલ મેવાડા દ્વારા કેનાલનાં સુંદરીકરણ માટે આસપાસનાં 3000થી વધારે રહીશોએ અરજીપત્ર પર સહી કરીને મંજૂરી આપી છે.

રાજકીય સંપર્કો હોવાના કારણે પગલા નથી લેવાતા
ખારીકટ કેનાલમાં રાત્રે કેમિકલ માફિયા ભૂમાર્ગથી કેમિકલ છોડે છે. કેમિકલ કંપનીઓમાં ઘણાં રાજકીય વગ ધરાવતા હોવાને લીધે તેમની વિરુદ્ધ કોઈ પગલા નથી લેવાતા. જ્યારે કોર્પોરેશનને કેનાલ સાફ કરવા મુદ્દે રજૂઆત કરવામાં આવે ત્યારે ત્યાંથી પણ કોઈ વળતો જવાબ નથી મળતો. હવે અમે તંત્ર વિરુદ્ધ ઉપવાસ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છીએ. -ફેનિલ મેવાડા, રહિશ

અન્ય સમાચારો પણ છે...