સફળ સારવાર:કેડી હોસ્પિટલે એક જ દિવસમાં ત્રણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું; 1 દર્દીની કિડની બેને, પત્નીની કિડની પતિને આપી

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદની કેડી હોસ્પિટલે એક જ દિવસમાં ત્રણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને અનોખી સિદ્ધિ મેળવી છે. કેડી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમે 66 વર્ષીય બ્રેઇન ડેડ દર્દીની બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને બે વ્યક્તિઓને જીવનદાન આપ્યું હતું. એ જ દિવસે એક પત્નીની કિડની તેના પતીને ટ્રાન્સફર કરી હતી.

66 વર્ષીય જેશંકર બોરિસાગરનું અકસ્માત થતા શહેરની કેડી હોસ્પિટલ લવાયા હતા. નિષ્ણાત ડોક્ટરોની ટીમે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમની સારવાર કરી, તેમ છતાં તે બ્રેઇનડેડ થયા હતા. જેશંકરભાઈના પરિવારે તેમના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી ડોક્ટરોની ટીમે જેશંકરભાઈની બંને કિડની બે દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. આ સિવાય એ જ દિવસે હોસ્પિટલે એક પત્નીની કિડની તેના પતિને ટ્રાન્સફર કરી હતી. આમ કેડી હોસ્પિટલે એક જ દિવસમાં સતત ત્રણ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...