કાર્યવાહી:કાયલાથી ગેરકાયદે ૩ હથિયાર અને 19 કાર્ટીજ સાથે 1 ઇસમ ઝબ્બે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ કિ.રૂ. 22,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો ઉપર વોચ રાખી અસમાજીક પ્રવૃતિ ડામી દેવાના હેતુસર વી. ચંન્દ્રશેખર, આઇજીપી, અમદાવાદ રેન્જ, અમદાવાદ નાઓ દ્વારા આવી ગેરકાયદે હથિયારો રાખવાની પ્રવૃતિ અંકુશમાં લેવા સારૂ સુચના આપવામાં આવેલ જે અનુસંધાને જીલ્‍લા પોલીસ વડા, વિરેન્દ્રસિંહ યાદવ નાઓએ જીલ્લાના અધિકારીઓને ખાસ સુચના કરેલ તેના ભાગરૂપે એલસીબી ઇ.પોલીસ ઇન્‍સપેકટર જી.એમ.પાવરા, પોસઇ જે.યુ.કલોતરા, પોસઇ એસ.એસ.નાયર અને એલસીબી ટીમે અ.હે.કો. રાજુજી જામાજી, અહેકો. જયદિપસિંહ રાજેન્દ્રસિંહ નાઓને નળસરોવર પો.સ્ટે. વિસ્તારના કાયલા ગામ ખાતેથી ૩ હથિયાર તથા 19 કાર્ટીઝ સાથે 1 ઇસમને ઝડપી પાડેલ.

પકડાયેલ આરોપી: કાદરભાઇ સ/ઓ અબ્દુલભાઇ હુસેનભાઇ 28 રહે. ખાડીયાપરા, કાયલા ગામ, તા.વિરમગામ જી.અમદાવાદ. ઇસમ પાસેથી બાર બોરની બંદુક કિ.રૂ.1000, દેશી હાથ બનાવટની મશીન કટ પીસ્ટલ નંગ-૨ કિ.રૂ. 20000, પીસ્ટલના કાર્ટીજ નંગ-૬ કિ.રૂ.300 પીસ્ટલના મેગજીન નંગ-૨ કિ.રૂ. 200, બારબોરના કાર્ટીજ નંગ-13 કિ.રૂ.1300/- મળી કુલ કિ.રૂ. 22800નો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપીને હથિયાર આપનાર ઇકબાલભાઇ ઉર્ફે કાળુ ઉમેદભાઇ બબાણી, યાસીનભાઇ ઉમેદભાઇ બબાણી બંન્ને રહે. કાયલા તા.વિરમગામ, જી.અમદાવાદની ધરપકડના ચક્રો ગતિમાન કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...