તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂજન અર્ચન:SGVPના અધ્યક્ષ માધવપ્રિયદાસજી સ્વામી દ્વારા બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં કાશી વિશ્વનાથનો રુદ્રાભિષેક કરાયો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભગવાન શીવની પૂજા - Divya Bhaskar
ભગવાન શીવની પૂજા
  • સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ થયેલા 'વચનામૃત ભૂમિકા' નામના ગ્રંથનું વિમોચન કર્યું.

સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના અધ્યક્ષ માધવપ્રિયદાસજીએ બનારસમાં સાત વર્ષ સુધી સંસ્કૃત શાસ્ત્રોનો વિદ્યા અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ બનારસ પધારવાનો અવસર પ્રથમ વાર પ્રાપ્ત થયો હતો. બનારસમાં તેમણે કાશીવિશ્વનાથ તથા અન્ય મંદિરોના દર્શન કર્યા હતા. બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્થાપિત કાશી વિશ્વનાથ મહાદેવનો રક્ષાબંધન પૂર્ણિમાના પાવન અવસરે અભિષેક કર્યો હતો. મહાદેવજીના સાનિધ્યમાં તેમણે સંસ્કૃત ભાષામાં લખાયેલા તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ થયેલા 'વચનામૃત ભૂમિકા' નામના ગ્રંથનું વિમોચન કર્યું હતું.

અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કર્યાં હતાં
હિન્દુ ધર્મ આચાર્ય સભાના ધર્માચાર્યો પરમાત્માનંદજી મહારાજ, માધવપ્રિયદાસજી સ્વામી, વિશ્વેશ્વરાનંદજી મહારાજ, જ્ઞાનાનંદજી મહારાજ, કૃષ્ણમણીજી મહારાજ, શંભૂનાથજી મહારાજ તથા તેમના પુત્ર યોગીરાજ, બ્રહ્મેશાનંદજી મહારાજ વગેરે અયોધ્યા ખાતે શ્રીરામ જન્મભૂમિ ઉપર નિર્માણ પામી રહેલા મંદિરની મુલાકાતે પધાર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી સંપતરાયજીના માર્ગદર્શન હેઠળ ધર્માચાર્યોએ પ્રથમ રામલલાના દર્શન કર્યા હતા. ત્યારબાદ જ્યાં નૂતન મંદિરે બની રહ્યું છે ત્યાં સહુ નિરીક્ષણ માટે પધાર્યા હતા.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ થયેલા 'વચનામૃત ભૂમિકા' નામના ગ્રંથનું વિમોચન કર્યું
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સામેલ થયેલા 'વચનામૃત ભૂમિકા' નામના ગ્રંથનું વિમોચન કર્યું

હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંતોની બેઠક યોજાઇ હતી
ત્યારબાદ નૃત્યગોપાલદાસજી મહારાજના દર્શને સહુ ધર્માચાર્યો પધાર્યા હતા. ધર્માચાર્યોએ મહારાજની તબિયત અંગે ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત અયોધ્યાના સુપ્રસિદ્ધ મંદિર હનુમાન ગઢી તથા બંસીવાલા બાબા દ્વારા નિર્માણ પામેલ જાનકી મહલના દર્શને પધાર્યા હતા. અહીં ગીતા મનીષી જ્ઞાનાનંદજી મહારાજે સહુ ધર્માચાર્યોનો પરિચય કરાવ્યો હતો. અહીં ચાલી રહેલી શ્રીમદ્ રામાયણની કથામાં ધર્માચાર્યોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા.લખનૌ ખાતે મુખ્યમંત્રીયોગી આદિત્યનાથજી સાથે હિન્દુ ધર્મ આચાર્ય સભાના સંતોની બેઠક યોજાઇ હતી.

રામ મંદિર તથા હિંદુ ધર્મને લગતી ચર્ચાઓ કરી હતી
19 ઓગસ્ટના રોજ લખનૌ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીના નિવાસ્થાને હિંદુ ધર્મ આચાર્ય સભાના સંતોની સાથે બેઠક યોજાઇ હતી.આચાર્ય સભાના ધર્માચાર્યો પરમાત્માનંદજી મહારાજ,માધવપ્રિયદાસજી, વિશ્વેશ્વરાનંદજી મહારાજ,જ્ઞાનાનંદજી મહારાજ, કૃષ્ણમણીજી મહારાજ, શંભૂનાથજી મહારાજ તથા તેમનાપુત્ર યોગીરાજ, બ્રહ્મેશાનંદજી મહારાજ વગેરે ધર્માચાર્યો જોડાયા હતા. આ બેઠકમાં આદિત્યનાથ સાથે અયોધ્યા ખાતે નિર્માણાધીન રામ મંદિર તથા હિંદુ ધર્મને લગતી કેટલીક ચર્ચાઓ કરી હતી. મુખ્યમંત્રીતથા ધર્માચાર્યોએ કેટલા નૂતન વિચારોની પણ આપ-લે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...