CB EXCLUSIVE:કાર્તિક ફક્ત 17 સેકન્ડમાં ભૂલ ભુલૈયા ગેમ પૂરી કરીને કિયારા સુધી પહોંચ્યો

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોલિવૂડ એક્ટર્સ કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ અમદાવાદમાં આવીને ગુજરાતી થાળીનો સ્વાદ ચાખ્યો અને તેમની ફિલ્મ વિશે રસપ્રદ વાતો શેર કરી

બોલિવૂડ ફિલ્મ ભૂલ ભુલૈયા-2ની સ્ટારકાસ્ટ કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જેમાં સિટી ભાસ્કર દ્વારા તેમની આ મુલાકાતને ખાસ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. બંને એક્ટર્સને સિટી ભાસ્કરે ભૂલ ભુલૈયા ગેમ રમાડી જેને કાર્તિક અને કિયારાએ ખૂબ ઉત્સાહથી રમી હતી. તેમજ બંને એક્ટર્સ સાથે સિટી ભાસ્કરે CB Scan કર્યો, જેમાં તેમના ફોનની લેટેસ્ટ એક્ટિવિટી અંગે તેમને પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. તેની સાથે બંને એક્ટર્સે ફિલ્મ અંગેની રસપ્રદ વાતો પણ શેર કરી હતી.

કાર્તિકે તરત જ રામ નામ ગણવાનું શરુ કરી દીધુ
ભૂલ ભુલૈયા-2ના ટાઈટલ સોન્ગમાં રામ કેટલી વખત બોલવામાં આવે છે તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કાર્તિક આર્યને તરત પોતાનુ સોન્ગ મનમાં ગાવાનું શરૂ કર્યું અને ગીતની શરૂઆતમાં કેટલી વખત રામ બોલવામાં આવે છે તે ગણવાનું શરૂ કરી દીધું. કાર્તિકે તરતજ તેની ગણતરી કરીને કહી દીધુ કે, સોન્ગની શરૂઆતમાં 42 વખત રામ બોલવામાં આવે છે.

ભૂલ ભુલૈયાની ગેમ કાર્તિક જીત્યો અને કિયારાએ હસતા મોઢે હાર સ્વીકારી
​​​​​​​કાર્તિક અને કિયારાને સિટી ભાસ્કર દ્વારા ભૂલ ભુલૈયા ગેમ રમાડવામાં આવી હતી. જેમાં બંને એક્ટર્સે ખૂબ ઉમળકાભેર ગેમ રમવામાં ભાગ લીધો હતો. આ ભૂલ ભુલૈયા ગેમના એન્ડ પોઈન્ટ પર કિયારાએ કાર્તિક સુધી અને કાર્તિકે કિયારા સુધી પહોંચવાનો ટાસ્ક હતો. જે ટાસ્કમાં રસ્તો શોધીને કાર્તિક ફક્ત 17 સેકન્ડમાં કિયારા સુધી પહોંચી ગયો હતો. જ્યારે કિયારા આ રસ્તો શોધવામાં ફેલ રહી હતી.

ગુજરાતીઓને કોમેડી અને ફેમિલી બેઝ્ડ ફિલ્મો વધુ પસંદ પડે છે : કાર્તિક આર્યન
​​​​​​​​​​​​​​કાર્તિકને અક્ષયે કોઈ કોમ્પ્લિમેન્ટ્સ આપ્યા ?
જવાબ :
ભૂલ ભુલૈયા-2 અંગે અક્ષયસરનો કોઈ રિપ્લાય હજુ સુધી આવ્યો નથી. પણ તેમની કોઈ પણ પ્રતિક્રિયા અમારા માટે ખૂબ મહત્ત્વની રહેશે.

સેકન્ડ પાર્ટને ફર્સ્ટ પાર્ટ સાથેનું કમ્પેરિઝન થાય ત્યારે તેને કેવી રીતે જુઓ છો ?
જવાબ :
કોઈ ફિલ્મની સિક્વલ બને ત્યારે તેનું કમ્પેરિઝન સહજપણે થતુ હોય છે. પણ તે ક્મ્પેરિઝનના જવાબમાં અમે લોકોને કહીએ છીએ કે આ ફિલ્મને એક ફ્રેશ ફિલ્મ તરીકે જોવાનો પ્રયાસ કરે.

કાર્તિક અને કિયારાએ આ ફિલ્મ કેમ પસંદ કરી ?
જવાબ :
ફિલ્મ ભલે સિક્વલ છે પણ તેની સ્ટોરી ફ્રેશ છે. લોકોને હસાવવા ખૂબ મુશ્કેલ ટાસ્ક હોય છે અને લોકોના ચહેરા પર સ્મિત લાવવા માટે આ ફિલ્મ કરી છે.

રાજપાલ યાદવ અને સંજય મિશ્રા જેવા લેજન્ડ્રી એક્ટર્સ સાથે બોન્ડિંગ કેવુ રહ્યું?
જવાબ :
રાજપાલ સર અને સંજય સરનું કોમિક ટાઈમિંગ ઓડિયન્સને ખૂબ ગમશે. તેમની સાથે કામ કરીને કોમેડી ફિલ્મો પ્રત્યેનો પ્રેમ વધી ગયો છે અને તેમની કોમિક ટાઈમિંગ પણ શીખવા મળી.

અન્ય સમાચારો પણ છે...