તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કરણી સેનાના રાજ શેખાવતે પ્રદીપસિંહ સામે મોરચો માંડ્યો, સચિવાલયનો ઘેરાવ કરવાની ચીમકી આપી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ વિભાગ દ્વારા કરાતી હેરાનગતિ બંધ નહીં થાય તો ધરણાં પ્રદર્શન અને અનશન કરાશે

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના ઈશારે હેરાન પરેશાન કરવાની સાથે સિક્યોરિટી એજન્સીનું લાઇસન્સ રદ કરવાની ગૃહ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના વિરોધમાં કરણી સેનાએ આગામી દિવસોમાં સચિવાલયનો ઘેરાવ, ધરણાં પ્રદર્શન અને અનશન જેવા કાર્યક્રમોની ચીમકી આપી છે.

રાજ શેખાવતે વધુમાં જણાવ્યું કે, અલગ અલગ સમયે ગૃહ વિભાગના ઈશારે તેની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હતી. ઘણીવાર તેમના નિવાસ સ્થાન બહાર પોલીસનો કાફલો મૂકી તેમને હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. હવે પ્રદીપસિંહ જાડેજાના ઈશારે પોલીસનો દુરૂપયોગ કરી તેમનો રોટલો છીનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમાં તેમની બન્ને સિક્યોરિટી એજન્સીનું પોલીસ દ્વારા ઈન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. જેમાં સિક્યોરિટી એજન્સીનું લાયસન્સ ઓફિસમાં સરળતાથી જોઈ શકાતું નથી જે શરત ભંગ છે તેથી 15 દિવસમાં યોગ્ય જવાબ રજૂ કરવા પોલીસ તરફથી નોટિસ આપવામાં આવી છે અને જો યોગ્ય જવાબ નહીં મળે તો લાયસન્સ રદ કરવા જણાવાયું છે.

શેખાવતે જણાવ્યું કે, તેમની સિક્યોરિટી એજન્સી દ્વારા કોઈ શરત ભંગ કરવામાં આવી નથી તેમ છતાં રાજકીય કિન્નાખોરીથી તેમની સામે થઈ રહેલી કાર્યવાહીના વિરોધમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાજ્યના તમામ જિલ્લા તેમજ તાલુકા મથકે કલેક્ટર અને મામલતદારને તેમજ રાજ્યપાલને આવેદન પત્ર અપાયું છે. એજ રીતે રાષ્ટ્રપતિને પણ પત્ર લખી ન્યાય અપાવવાની માગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...