શીલજ સર્કલથી માત્ર 20 મિનિટના અંતરે નવી કર્ણાવતી, સ્પોર્ટ્સ અને રાજપથ ક્લબનું નિર્માણ થવા જઈ રહ્યું છે. નવા ક્લબમાં કઈ-કઈ સુવિધાઓ હશે અને તેને કેવો લુક અપાશે તે અંગે સિટી ભાસ્કરે ત્રણેય ક્લબના પ્રેસિડન્ટ તથા સેક્રેટરી સાથે વાત કરી.
કર્ણાવતી ક્લબના સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે, ક્લબ એન્ડ રિસોર્ટમાં 20% કન્સ્ટ્રક્શન અને 80% લેન્ડસ્પેસ હશે. તો રાજપથના સેક્રેટરી મિશલ પટેલે જણાવ્યું કે, લોકો શીલજમાં વીકેન્ડ હોમ લઈ રહ્યા છે એમના માટે આ વીકેન્ડ ડેસ્ટિનેશન બની શકે છે. તો સ્પોર્ટ્સ ક્લબના પ્રેસિડન્ટ એન. કે. પટેલે જણાવ્યું કે, સ્પોર્ટ્સ ક્લબને રિસોર્ટ લુક અપાશે સાથે મેમ્બર્સ માટે વિલા તૈયાર થશે. સ્પોર્ટ્સ ક્લબની મેમ્બરશિપનું બુકિંગ ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. જ્યારે કર્ણાવતી અને રાજપથ ક્લબને તૈયાર થતા 3 વર્ષ લાગશે. જેમાં પહેલા ફેઝમાં સ્પોર્ટ્સ, રેસ્ટોરાં અને એડમિનિસ્ટ્રેશન વિભાગ તૈયાર થશે.
કર્ણાવતી ક્લબ
ફેસેલિટીઃ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, સ્પોર્ટ્સ શોપિંગ મોલ, 50 હજાર સ્કેવર યાર્ડમાં બાળકો માટે થીમ પાર્ક, બે ગાર્ડન (એક ઈવેન્ટ માટે અને બીજું સ્પોર્ટ્સ માટે), સોલર ઈલેક્ટ્રીક કોન્સેપ્ટ લાગુ થશે. તેમજ એક્ટિવિટીઝ પર વધુ ધ્યાન અપાયું છે.
રાજપથ ક્લબ
ફેસેલિટીઃ થીમ બેઝ 4 રેસ્ટોરાં, ગ્રીન બિલ્ડિંગ, સોલર પેનલ્સ, 50 મીટરનો ઓલિમ્પિક સ્વિમિંગ પૂલ, આ સિવાય એક પૂલ બનશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, બાળકો માટે બે પાર્ક જેમાં એક 6 વર્ષથી ઓછી વયનાં બાળકો માટે અને બીજું 6થી 12 વર્ષ માટે, બે બેન્કવેટ હોલ.
સ્પોર્ટ્સ ક્લબ
ફેસેલિટીઃ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, રીડિંગ રૂમ, કોફી શોપ, પ્લે એરિયા, રિસોર્ટ લુક, પ્રાઇવેટ સ્વિમિંગ પૂલ, નેશનલ અને ઈન્ટરનેશનલ એફિલિએશન મેમ્બરશિપ, વૉટર રિયુઝેજ સિસ્ટમ અને સોલાર લાઈટ સહિતની સુવિધાઓથી સજ્જ હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.