આયોજન:કર્ણાવતી ક્લબની વી-કમિટીના ચેરપર્સન હિતા પટેલ દ્વારા ઓનલાઇન ડાન્સ મેનિયાનું સફળ આયોજન કરાયું

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્ણાવતી ક્લબ લિમિટેડની વી-વુમન એમ્પાવરમેન્ટ કમીટીના ચેરપર્સન હિતા એન. પટેલની વિશેષ પહેલ હેઠળ તાજેતરમાં ઓનલાઇન ડાન્સ મેનિયાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્લબના મેમ્બર્સ અને નોન-મેમ્બર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો તથા સમગ્ર ઇવેન્ટને સફળ બનાવી હતી. શહેરમાં આંશિક લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કમિટીના સદસ્યો ઘરે જ રહીને કામ કરી રહ્યાં છે, ત્યારે તેમના શારીરિક અને માનસિક તણાવને દૂર કરવા તથા તેમના માટે રસપ્રદ એક્ટિવિટીનું આયોજન કરવાના ઉદ્દેશ્ય સાથે અંગનાઝ ડાન્સ એન્ડ ફીટનેસ સ્ટુડિયોના અંગના ગોસાલિયા સાથે મળીને ઓનલાઇન ડાન્સ મેનિયાના કુલ 7 સેશન યોજવામાં આવ્યાં હતાં.

વી કમીટીના કો-ચેરપર્સન ડો. રિધમ પટેલે કાર્યક્રમનું એન્કરિંગ તેમજ સદસ્ય સુનિતા ચૌહાણે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યુ ંહતું. આ પ્રસંગે વી કમીટીના ચેરપર્સન હિતા એન પટેલે જણાવ્યું હતું કે, આ વર્કશોપ યોજવાનો મુખ્ય હેતુ હાલના મૂશ્કેલ સમયમાં તણાવથી દૂર થઇને ડાન્સ અને મ્યુઝિક દ્વારા મન અને શરીરને એક્ટિવ અને ઉર્જાસભર રાખવાનો હતો. અમારા ડાન્સ ગુરુ તેમજ અમદાવાદમાં જાણીતા કોરિયોગ્રાફર અંગના ગોસાલિયાનો હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે પાવરપેક્ડ અને મનોરંજનથી ભરપૂર વર્કશોપમાં દરેક પાર્ટિસિપન્ટ્સને નવી એનર્જી પ્રદાન કરી છે.

કાર્યક્રમના આયોજન અંગે સુનિતા ચૌહાણે જણાવ્યું હતું કે, કોવિડને કારણે આપણે નકારાત્મકતા, ભય અને તણાવ અનુભવી રહ્યાં છીએ ત્યારે સદસ્યોના જીવનમાં ખુશી અને આનંદ લાવવા કર્ણાવતી ક્લબની વી કમીટીએ એક અનોખો પ્રયાસ કર્યો છે. વ્યક્તિની સુખાકારીમાં ડાન્સ અને મ્યુઝિકની મહત્વતાને જોતાં અંગના ગોસાલિયા સાથે વર્કશોપથી અમે અમારો ઉદ્દેશ્ય હાંસલ કરવામાં ઘણાં અંશે સફળ રહ્યાં છીએ. ઉલ્લેખનીય છે કે દરેક સેશનમાં વિવિધ થીમ, ડ્રેસ, પ્રોપ અને સ્ટેપ સાથે ડાન્સ વર્કશોપ યોજાયો હતો, જેમાં દરેક પાર્ટિસિપન્ટ્સે સક્રિયપણે ભાગ લીધો હતો અને તણાવ, ભય વગેરે જેવી સમસ્યાઓથી દૂર થઇને નવી ઉર્જાનો અહેસાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...