અમદાવાદ ઐતિહાસિક ઇવેન્ટનું સાક્ષી બન્યું:કર્ણાવતી ક્લબમાં ગુજરાતની સૌથી મોટી હાઉઝીનું આયોજન, પાંચ હજારથી વધુ લોકોએ લીધો ભાગ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં એક પછી એક એમ વિવધ હાઉઝીના આયોજનો થતા રહ્યા છે પરંતુ મોટા લેવલે પ્રથમ વખત 1.25 કરોડની મેગા બંપર હાઉઝીનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની અત્યાર સુધીની સૌથી મોટી હાઉઝીનું આયોજન થયું હતું. આ એક ઐતિહાસિ આયોજન છે કેમ કે, ગુજરાતમાં ક્યાંય આટલા મોટા પ્રમાણે આયોજન કરવામાં આવ્યું નથી. હાઉઝીની 5,500 જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે. સુપર ડુપર સક્સેસ ફૂલ ઇવેન્ટ રહી હતી.

આ હાઉઝીમાં સૌથી સારી વાત એ છે કે, ભાગ લેનાર દરેક વિનર જ છે. દરેકને 6500નું ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યું હતું. વિવિધ રાઉન્ડની વાત કરીએ તો પ્રથમ રાઉન્ડની ટિકિટના રૂપિયા 150, બીજાની રૂપિયા 200, ત્રીજાની રૂપિયા 300 અને અન્ય રાઉન્ડની રૂપિયા 400 એમ વિવિધ ટિકિટોના દર નક્કી કરવામાં આવ્યા હતા. તેની સામે દરેકને 6500ના ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા હતા. જેમાં માન્યામાં ના આવે તેમ 61 લાખ રૂપિયાના કેશ પ્રાઈઝ વિજેતાઓને આપવામાં આવ્યા હતા.

બંપર હાઉઝીમાં શિવાલિક મેન સ્પોન્સર રહ્યું છે. જોકે, અમદાવાદના કર્ણાવતી ક્લબ દ્વારા સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષ પહેલાં કર્ણાવતી દ્વારા બંપર હાઉઝી યોજાઈ હતી. ત્યારે કોરોના બાદ આ મોટા લેવલે આયોજન કરવામાં આવ્યું હતું.

થીમ ડેકોરેશન કોઈ હાઉઝીમાં નતી જોવા મળતું પરંતુ આ હાઉઝીમાં મેમ્બર્સ અને પાર્ટિસિપેન્ટને મંત્રમુગ્ધ કરે તે પ્રકારે લાસવેગસ થીમ પર બંપર હાઉઝીનું સુંદર આયોજન સંપૂર્ણ મેનેજમેન્ટ સાથે કરવામાં આવ્યું હતું. હાઉઝીના 6 રાઉન્ડ યોજવામાં આવ્યા હતા. છેલ્લા બંપર રાઉન્ડની અંદર પ્રથમ ફૂલ રાઉન્ડમાં 11 લાખ કેશ પ્રાઈઝ તેમજ 5 લાખની અન્ય ગિફ્ટ મળી 16 લાખના ટોટલ ઇનામો અને કેશ પ્રાઈઝ આપવામાં આવ્યા હતા. આમ આ વખતે હાઉઝીનું સંપૂર્ણ મેનેજમેન્ટ સાથે સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રમુખ એન.જી પટેલે જણાવ્યું હતું કે, મેમ્બરને કોરોના પછી સૌથી સારો એક અવસર મળી રહે અને સૌથી વધુ આનંદ મળે તે માટે આ મોટી અને ઐતિહાસિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેમ્બરે અને ગેસ્ટે મોટી સંખ્યામાં હાજર રહીને આ ઇવેન્ટને ખૂબ જ સફળ બનાવી છે. તેમની દરેક બાબતોને ધ્યાનમાં રાખી સુંદર આયોજન અમે કર્યું હતું. અમદાવાદ આ ઐતિહાસિક ઇવેન્ટનું સાક્ષી બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...