તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Karnavati Club Has Filed 13 Nomination Forms For 11 Directors, E voting Will Be Held From December 16 To 18, Efforts To Withdraw The Forms Of Two Candidates

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કર્ણાવતી કલબમાં 11 ડિરેક્ટર માટે 13 ઉમેદવારી ફોર્મ ભરાયાં, 16થી 18 ડિસેમ્બરે ઈ-વોટિંગ થશે, બે ઉમેદવારના ફોર્મ પાછા ખેંચાવવા પ્રયાસો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કર્ણાવતી કલબના 11 ડિરેક્ટરોની ચૂંટણી 16,17 અને 18 ડિસેમ્બરે ઇ-વોટિંગ માધ્યમથી યોજાવાની જાહેરાત કરાઇ છે, ત્યાર બાદ19મી એજીએમ મળ્યા બાદ પરિણામ જાહેર કરાશે. પાવર પેનલ દ્વારા ચૂંટણી બિનહરીફ થાય તે માટેના પ્રયાસો કર્યા હતા. જેથી 11 ડિરેકટરો માટે માત્ર 14 ફોર્મનું વિતરણ થઇને તેમાંથી 13 ફોર્મ પરત આવ્યા હતા. પેનલ ઉપરાંતના ઉમેદવારો જો ઉમેદવારો જો ફોર્મ પરત નહિ ખેંચે તો કર્ણાવતી કલબમાં ચૂંટણી થશે.

બે ડિરેક્ટરની ડિપોઝિટ જતી રહેતા જગ્યા ખાલી
રાજપથ કલબની ચૂંટણીમાં બે ડિરેકટરોની ડિપોઝિટ જતી રહી પછી કર્ણાવતી કલબમાં કોઇ ઉમેદવાર ડિરેકટરપદની ચૂંટણી માટે આગળ આવ્યું નથી. કર્ણાવતી કલબમાં બે ડિરેકટરોને પડતા મુકીને જગદીશ પટેલ અને મિતેષ અગ્રવાલને પેનલમાં લેવાયા છે. જ્યારે ડિરેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા જયંતીભાઇ પટેલના ભાઇ જગદીશ પટેલને સામેલ કરવામાં આવ્યા છે.

માત્ર એક મહિલા સભ્ય રિપીટ થયા નથી
જ્યારે મિતેષ પ્રફુલભાઇ અગ્રવાલને કલબના પ્રેસિડેન્ટ એન.જી. પટેલના નજીકના હોવાથી સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પાવર પેનલના 11 ડિરેકટરોમાંથી સિલ્વા પટેલ અને મનોજ પટેલ (મુખી)ને બેસાડી દેવામાં આવ્યા છે. આમ હાલમાં 11 ડિરેકટરો ઉપરાંત 13 ફોર્મ ભરાયા છે પરંતુ સોમવાર સુધીમાં આ ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી લેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. ક્લબના એક માત્ર મહિલા ડિરેક્ટર સિલ્વા પટેલને રિપિટ કરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો