તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:કર્ણાવતી ક્લબના ડિરેક્ટર સિલ્વા પટેલ રિપિટ ન કરાયા, પોપ્યુલર ગ્રૂપનો પારિવારિક ઝઘડો નડી ગયો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સિલ્વા પટેલ પોપ્યુલર ગ્રૂપનાં રમણ અને દશરથ પટેલનાં ભત્રીજા વિરેન્દ્ર પટેલનાં પત્ની છે. - Divya Bhaskar
સિલ્વા પટેલ પોપ્યુલર ગ્રૂપનાં રમણ અને દશરથ પટેલનાં ભત્રીજા વિરેન્દ્ર પટેલનાં પત્ની છે.
 • ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ નિર્ણય લેવાયો

કર્ણાવતી ક્લબની વાર્ષિક ચૂંટણીમાં ફોર્મ ભરવાનાં છેલ્લા દિવસે એકમાત્ર મહિલા ડિરેક્ટર સિલ્વા પટેલ લાગણીશીલ થઇ ગયા હતાં. જેના પગલે ચર્ચા ચાલી હતી કે પોપ્યુલર ગ્રૂપનો પારિવારિક ઝઘડો તેમને નડી ગયો.

સિલ્વા પટેલ પોપ્યુલર ગ્રૂપનાં રમણ અને દશરથ પટેલનાં ભત્રીજા વિરેન્દ્ર પટેલનાં પત્ની છે. છેલ્લા 3 વર્ષથી ક્લબની મહિલા વિંગનાં ચેરમેન તરીકે મહિલાઓ અને બાળકોને લઇને સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા છતાં પણ તેમને રિપીટ કરાયા ન હતાં. 3 ડિસેમ્બરે ફોર્મ ભરવાનાં છેલ્લા દિવસે તેઓ જ્યારે ક્લબ પર ગયા હતાં જ્યાં આ ઘટના બની હતી. ક્લબ સર્કિટમાં ચર્ચા ચાલી હતી કે સારું કામ છતાં તેમને કેમ રિપિટ ન કરાયા. સિલ્વા પટેલ સિવાય ક્લબના અન્ય ડિરેક્ટર મનોજ પટેલને પણ રિપિટ કરાયા ન હતાં.

ક્લબના સેક્રેટરી કેતન પટેલે કહ્યું, સિલ્વા પટેલ ભલે ડિરેક્ટર તરીકે અમારી સાથે નથી. પરંતુ મહિલા ઉત્કર્ષના અને વિકાસના કામોમાં અમારી સાથે રહેશે.

સિલ્વા પટેલે કહ્યું, મેં મારી ત્રણ વર્ષની ટર્મમાં પુષ્કળ કાર્યક્રમો કર્યા તે સભ્યોને ગમ્યા તેનો મને આનંદ છે. હું બહુ દિવસે ક્લબ પર ગઇ હોવાથી લાગણીશીલ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો