તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કપૂરની ડિમાન્ડમાં 50%નો વધારો થયો; ઘર, ઓફિસ અને કારમાં એર ફ્રેશનર તરીકે ઉપયોગ વધ્યો

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કપૂરનો સાબુ, કપૂર કોન જેવી નવી પ્રોડક્ટ્સની માગ વધી
  • 500 રૂપિયા કિલોના ભાવે મળતું કપૂર ડિમાન્ડ વધતા હવે 1,200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે

કોરોના સમય બાદ લોકો મેડિસિન સાથે આયુર્વેદિક પ્રોડક્ટ્સ પણ વાપરતા થયા છે. તેમાં કપૂર અને તેમાંથી તૈયાર થતાં પ્રોડક્ટ્સમાં પણ વિવિધતા જોવા મળી છે. પરિણામે કપૂરની માગમાં વધારો જોવા મળ્યો છે. કપૂરના વેપારીઓના જણાવ્યા અનુસાર કોરોનાકાળ પહેલા અને પછી કપૂરની ડિમાન્ડમાં 50%નો વધારો થતા તેના ભાવમાં પણ પહેલા કરતા બમણો વધારે થયો છે. અગાઉ 500 રૂપિયે કિલો મળતા કપૂરની કિંમત હવે 1,100-1,200 રૂપિયા થઈ છે. પહેલા કપૂરની ગોળીઓનો વપરાશ પૂજા કે પ્રસંગોપાત્ત થતો હતો. હવે કપૂર, કપૂરની પોટલી તેમજ કપૂરની અગરબત્તી જેવી પ્રોડક્ટનો ઉપયોગ વધ્યો છે. લોકો કપૂરની પોટલી બનાવીને પોતાના ખીસ્સામાં તેમજ કારમાં રાખતા થયા છે.

યુઝર્સ શું કહે છે?
કપૂર ફ્રેગ્રેન્સ ગમતી હોવાથી કારમાં રાખું છું

કપૂર કોરોના કે ઓક્સિજન જેવા કોઈ કારણોસર નહીં પરંતુ કપૂરની ફ્રેગ્રેન્સ લાંબા સમય સુધી ટકી રહેતી હોવાથી કારમાં કપૂર કોન અને ઘરમાં કપૂર ડિફ્યુઝરનો ઉપયોગ કરું છું. - ચિંતન દવે

એકથી વધારે કપૂર પ્રોડક્ટ્સનો યૂઝ શરૂ કર્યો
અગાઉ ઘરમાં કોઈ પૂજા હોય ત્યારે કપૂરનો ઉપયોગ કરતા હતા. હવે કપૂર ફ્રેગ્રેન્સની અગરબત્તી અને ધૂપનો ઉપયોગ પણ કરીએ છીએ. કોરોના સમયે કપૂર-લવિંગની પોટલીનો પ્રયોગ પણ અજમાવ્યો હતો. - ઉર્વશી પ્રદીપ દવે

એક્સપર્ટ શું કહે છે?
કપૂર સુંઘવા કરતા લવિંગ, અજમો મિક્સ કરીને તેને સુંઘવુ વધારે હિતાવહ

હાલ લોકો જે કપૂરનો ઉપયોગ કરી કહ્યા છે તે પ્રાકૃતિક નહીં પરંતુ સિન્થેટિક કપૂર છે. જે સ્ટ્રોંગ હોવાથી શરદી હોય ત્યારે બ્રિધિંગ માટે સારું લાગે છે. પરંતુ સતત ઘરમાં, કારમાં કે ઓફિસમાં દરેક જગ્યાએ કપૂર કે તેની પ્રોડક્ટ્સનો વધારે પડતો ઉપયોગ હિતાવહ નથી. ક્યારેક વધારે કપૂર સુંઘવાથી વ્યક્તિને તકલીફ થઈ શકે છે. ફક્ત કપૂર સુંઘવાના બદલે લવિંગ, અજમો મિક્સ કરી એક પોટલી બનાવી તેને વારંવાર સુંઘી શકાય છે. કપૂરના વધારે પડતા ઉપયોગથી ઉલ્ટી અને માથાંનો દુ:ખાવો જેવી તકલીફ પણ થઈ શકે છે. - વૈદ્ય આદિત્ય પારેખ

વેપારીઓ શું કહે છે?
2020-21 વર્ષે 2 લાખના કપૂરનું વેચાણ થયું
અગાઉ પૂજાની કિટમાં કે હવનમાં કપૂરનો ઉપયોગ કરવામાં આવતો હતો. કપૂર સુંઘવાથી કોરોના સામે રક્ષણ મળે છે. લોકો આ પ્રકારના નુસખા અજમાવતા કપૂરની માગમાં વધારો થયો છે. 2019-20ની સરખામણીએ 2020-21માં 2-2.5 લાખના કપૂરનું વેચાણ થયું છે. કાર હેન્ગિંગ અને કપૂર મશીન ખરીદતા લોકોમાં વધારો જોવા મળ્યો છે. - હિતુલભાઈ પોપટ, સુગંધમ

કપૂર સાબુ, કપૂર કોન જેવી નવી પ્રોડક્ટ્સ લોન્ચ થઈ
કપૂરની ડિમાન્ડ કોરોના સમય દરમિયાન વધી છે. 2018-19ની સરખામણીએ 2020-21માં કપૂર કે જે અન્ય રાજ્યમાંથી મંગાવવામાં આવે છે તેમાં 50%નો વધારો થયો છે. તેમજ કપૂરનો સાબુ, કપૂર ધૂપ, અગરબત્તી અને કપૂર કોન જેવી નવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં જોવા મળી છે. - વેપારી, શાહ ફ્રેગ્રેન્સિસ

અન્ય સમાચારો પણ છે...