તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાક નહીં કોરોના ઘરે આવે છે:​​​​​​​કાલુપુર શાક માર્કેટ બની શકે છે સુપર સ્પ્રેડર, વેપારીઓ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વિના બેફામ

અમદાવાદ3 મહિનો પહેલા
  • શાક માર્કેટમાં લોકો બેફામ બનીને માસ્ક અને અન્ય નિયમોના ભંગ કરતા જોવા મળ્યા

કોરોનાકેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે સરકારે અનેક પાબંધીઓ મૂકી છે, પરંતુ હજુ પણ લોકોમાં સમજણનો અભાવ છે અને લોકો માસ્ક તથા અન્ય નિયમોનો ભંગ કરીને ફરી રહ્યા છે. કાલુપુર શાક માર્કેટમાં પણ લોકો બેફામ બનીને માસ્ક અને અન્ય નિયમોના ભંગ કરતા જોવા મળ્યા છે, જેને લઇને શાક માર્કેટ ફરીથી સુપર સ્પ્રેડર બને એવી સંભાવના છે.

વેપારીઓ ભાન ભૂલીને માસ્ક વિના નજરે પડ્યા
કાલુપુર શાક માર્કેટમાં અનેક શાકભાજીની દુકાનો આવેલી છે, જ્યાંથી અમદાવાદમાં અનેક જગ્યાએથી લોકો ખરીદી કરવા આવે છે. માર્કેટમાં ​​​ગ્રાહકો ખરીદી કરતી વખતે કોરોનાને ભૂલી જાય છે એવું લાગી રહ્યું છે. મોટા ભાગના લોકો માસ્ક વિના જ ખરીદી કરતા નજરે પડ્યા હતા અને વેપારીઓ પણ ભાન ભૂલીને માસ્ક વિના નજરે પડ્યા હતા. શાક માર્કેટમાં શાકની સાથે જાણે કોરોના પણ વેચાતો હોય એવો માહોલ જોવા મળ્યો હતો.

શાક માર્કેટમાં શાકની સાથે જાણે કોરોના પણ વેચાતો હોય એવો માહોલ!
શાક માર્કેટમાં શાકની સાથે જાણે કોરોના પણ વેચાતો હોય એવો માહોલ!

મોટું માર્કેટ હોવા છતાં પોલીસ શાંત
શાક માર્કેટમાં પ્રવેશતા સેનિટાઈઝર અને થર્મલ સ્ક્રીનિંગ માટે લોકોને ઊભા રાખવામાં આવ્યા છે, પરંતુ નામનું જ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે અને સેનિટાઈઝર માટે દેખાડવા માટે જ મૂકવામાં આવ્યું છે. બહારથી માસ્ક વિના માર્કેટમાં કોઈ વ્યક્તિ આવે તો તેને માસ્ક પહેરવા અંગે કહેવામાં પણ આવતું નથી. માર્કેટમાં તમામ નિયમોના પાલન માટે પ્રાઇવેટ માણસો રાખવામાં આવ્યા છે, જે માત્ર માર્કેટના પ્રવેશદ્વાર પર જ ઊભા રહ્યા છે. અમદાવાદનું જાણીતું અને મોટું માર્કેટ હોવા છતાં પોલીસ અને કોર્પોરેશનની પણ કોઈ ટીમ નિરીક્ષણ માટે હાજર હોતી નથી.

માર્કેટમાં તમામ નિયમોના પાલન માટે પ્રાઇવેટ માણસો રાખવામાં આવ્યા છે.
માર્કેટમાં તમામ નિયમોના પાલન માટે પ્રાઇવેટ માણસો રાખવામાં આવ્યા છે.

વેપારીઓની ભૂલનું પરિણામ લોકો ભોગવશે?
ગત વર્ષે કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે સૌથી વધુ કેસ કોટ વિસ્તારના કાલુપુર અને દરિયાપુરમાં હતા, જે શાક માર્કેટની ખૂબ નજીકના જ હતા. ત્યારે હવે ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકોની તથા વેપારીઓની ભૂલનું પરિણામ લોકોએ ભોગવવું પડે એવી શક્યતા છે.

સૌથી વધુ કેસ કોટ વિસ્તારના કાલુપુર અને દરિયાપુરમાં હતા.
સૌથી વધુ કેસ કોટ વિસ્તારના કાલુપુર અને દરિયાપુરમાં હતા.