ફેમસ થવું ભારે પડ્યું:કાલુપુર પોલીસ સ્ટેશન એક્ટર બનવાનું એક્ટિંગ ક્લાસ બન્યું, પોલીસકર્મીઓએ ફિલ્મી ડાયલોગનો વીડિયો બનાવ્યો, DCPએ સસ્પેન્ડ કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
વીડિયો બનાવનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસના આદેશ.
  • વીડિયો અંગે તપાસ બાદ ઝોન-3 ડીસીપીએ ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા
  • 'શૂટ આઉટ એટ વડાલા' ફિલ્મના ગુંડા અને પોલીસ વચ્ચે ચાલતા સંવાદોનો વીડિયો બનાવ્યો

હાલમાં વીડિયો અને રીલ્સ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. હવે આ દૂષણ પોલીસમાં પણ વ્યાપી ગયું છે. અમદાવાદના કાલપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓએ ફિલ્મી ઢબે વીડિયો બનાવીને પોતાને હીરો તરીકે જાણીતા કરવાનો પ્રયત્ન કર્યો છે. કાલુપુર પોલીસ સ્ટેશન જાણે ફિલ્મોના હીરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય એમ પોલીસકર્મચારીઓ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવી રહ્યા છે. વીડિયો બનાવનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તપાસ બાદ ઝોન-3 ડીસીપીએ ત્રણેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

વીડિયો શેર કરીને પોલીસનું જ નીચું દેખાડ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદનું કાલુપુર પોલીસ સ્ટેશન જાણે ફિલ્મોના હીરો બનવા માટેના એક્ટિંગ ક્લાસ હોય એમ પોલીસકર્મચારીઓ ફિલ્મોના ડાયલોગ બોલીને વીડિયો બનાવી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને ગુંડાઓ પ્રત્યે લાગણી હોય એમ તેમની સ્ટાઈલો કરીને તેમના ડાયલોગ બોલે છે. તાજેતરમાં ચાર પોલીસકર્મચારીએ 'શૂટ આઉટ એટ વડાલા' ફિલ્મના ગુંડા અને પોલીસ વચ્ચે ચાલતા સંવાદોનો વીડિયો બનાવ્યો હતો. મજાની વાત એ છે કે આ વીડિયો શેર કરીને પોલીસનું જ નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.

બે વ્યક્તિ પોલીસકર્મચારી બને છે અને બે ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે.
બે વ્યક્તિ પોલીસકર્મચારી બને છે અને બે ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે.

પોલીસકર્મીઓ ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે
બે વ્યક્તિ પોલીસકર્મચારી બને છે અને બે ગુંડાની સ્ટાઈલમાં ડાયલોગ બોલે છે, જેમાંથી એક કર્મચારી પોલીસ સ્ટેશમાં એન્ટ્રી મારીને કહે છે, ગાડી મેં બેઠો સાહબ તો સામે ગુંડાઓની સ્ટાઈલમાં પોલીસકર્મચારીઓ કહે છે, વોરંટ લાયા હૈ, ગવાહ હૈ તેરે પાસ, ફરી બે પોલીસવાળા કહે ,છે પૂરે મહોલ્લેને દેખા હૈ તુમકો યે કરતે. તો ગુંડા બનેલા પોલીસકર્મચારીઓ કહે છે, યહાં ગવાહ ગાંધી કા નહીં હમારા બંદર હૈ. આ વીડિયોમાં એક્ટર તરીકે પ્રસિદ્ધ થવા સિરાજ નામનો વહીવટદાર અને ક્રિસ્ટિન નામનો પોલીસકર્મી હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે ACPને તપાસ સોંપવામાં આવી
આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો, જે અંગે ઝોન -3 DCP સુશીલ અગ્રવાલે જણાવ્યું હતું કે વીડિયો અમારી સામે આવતાં જ અમે કાર્યવાહી શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે ACPને તપાસ સોંપવામાં આવી છે. પોલીસકર્મીઓ કાલુપુર પોલીસ સ્ટેશનના જ છે. સાંજ સુધી તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.