તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કાલુપુર પોલીસે અલગ અલગ કંપનીની બીડીના જથ્થા સાથે બે શખ્સને ઝડપી 4.51 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કાલુપુર પોલીસે વિસ્તારમાંથી અલગ અલગ કંપનીની બીડીના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસે બીડી બનાવતી કંપનીના અધિકારીઓને બોલાવી તપાસ કરાવતા નકલી બીડી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી કાલુપુર પોલીસે આ મામલે બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ભાવનગરમાં રહેતા રફીકભાઈ લાખાણી ચારભાઈ બીડી કંપનીમાં રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરે છે. કાલુપુર પોલીસે જાણ કરી હતી કે, ઝુબેર કુરેશી અને આદિલ અન્સારી નામના બે શખ્શોને ચારબાઈ, ટેલિફોન, સંભાજી બીડી તથા અન્ય લુઝ પેકેટ સાથે પકડ્યા છે. જેથી તેઓ અમદાવાદ આવ્યા અને કાલુપુર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે તેઓને બીડીનો જથ્થો બતાવ્યો તો હલકી ક્વોલિટી ના કાગળ, પેકિંગ મટીરીયલ અને હલકી ગુણવત્તાનું તંબાકુ હોવાનું પોલીસને ચકાસીને જણાવ્યું હતું. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આ બને શખ્શોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી રૂ.4.51 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો