IAS અધિકારી રિમાન્ડ પર:CBIએ કે. રાજેશને કોર્ટમાં રજૂ કર્યા, 10 દિવસના રિમાન્ડની માગ સામે સોમવાર સુધીના મંજૂર કરાયા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાતના IAS અધિકારી અને સુરેન્દ્રનગરનાં પૂર્વ કલેક્ટર કે. રાજેશની લાંચ કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આજે બપોરે તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા. સીબીઆઈ દ્વારા તેમના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે સોમવાર ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

સીબીઆઇ વતી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગુનો નોંધ્યો છે. આરોપી તપાસમાં સહકાર આપી રહ્યા નથી. કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂર છે. આરોપીએ પોલીસના નેગેટિવ રિપોર્ટ હોવા છતાં 271 હથિયારના પરવાના આપ્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટરના ઓફિશિયલ એકાઉન્ટમાં ડોનેશનના નામે પૈસા જમા લઈને ઉપાડતા હતા. અલગ અલગ લોકો દ્વારા એકાઉન્ટમાં રૂપિયા જમા થતા હતા. આરોપીએ પાંચ લાખની લાંચ માંગી હતી, તેમાં ચાર લાખમાં સેટિંગ થયું અને ત્રણ લાખ રોકડા સ્વીકાર્યા હતા. આરોપીએ લાખો રૂપિયાની લાંચ માંગી અને સ્વીકારી છે. 12 અને 13 જુલાઇના રોજ તેઓ ગાંધીનગર CBI ખાતે હાજર થયા હતા, પણ તપાસમાં સહકાર ન આપતા હોવાથી તેમની કસ્ટડીની જરૂરિયાત છે. તેમના અને તેમના પરિવારના દેશની વિવિધ બેંકની બ્રાન્ચમાં એકાઉન્ટ છે, તેની તપાસ માટે પણ તેમની કસ્ટડીની જરૂરિયાત છે.

કોર્ટમાં ફરિયાદીના વકીલે જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસના કર્મચારીને દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે. અમારા અસીલે 400થી વધારે કેસના ચુકાદા કાયદા પ્રમાણે આપ્યા છે. કોઇ સામે આંગળી ચિંધાઇ નથી. તેઓ તપાસમાં સહકાર નથી આપતા એ આક્ષેપ ખોટો છે. મથુરભાઇ સાગરીયાએ રાજકીય દબાણ હેઠળ અરજી કરી હતી. તેમણે અન્ય લોકોને પણ અરજી કરવા માટે ઉશ્કેર્યા હતા. જિલ્લા કલેક્ટરનું ખાતું પોસ્ટિંગ પહેલાંથી ચાલ્યું આવે છે. પૈસા જિલ્લા કલેક્ટરના ખાતામાં આવ્યા છે, તેમને પોતાના પર્સનલ ખાતામાં રાખ્યા નથી. લાંચ માંગ્યાનો કોઇ પુરાવો નથી. લોકરમાંથી તણખલું ય મળ્યું નથી. આ અધિકારીની જિંદગી બગાડવાનો પ્રયાસ છે. સોલાર કંપનીને જમીન આપવાની જે બાબત છે, તે માત્ર એક બ્લન્ડર છે. કંપની સરકારની છે અને તેમના દ્વારા તમામ પ્રક્રિયા થઈ છે. બે દિવસ ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યા છે.

કે. રાજેશે કોર્ટમાં જણાવ્યું હતું કે, પોલિટિકલ પાર્ટીનું રમકડું નથી, મેહનત કરી IAS અધિકારી બન્યો છું. અનેક જગ્યાએ ડીડીઓ અને અન્ય સેવાઓ આપી છે. ક્યાંય ફરિયાદ આવી નથી. હું સિવિલ સર્વન્ડ છું. હું ક્યાંય ભાગવાનો નથી. કે. રાજેશ ઈચ્છાતા તો હાઈકોર્ટમાં એન્ટીસિપેટરી બેલ ફાઈલ કરી શકતા હતા પણ ન કરી. જ્યારે CBIએ બોલાવ્યો ત્યારે હાજર થયો છું. જે ડોક્યુમેન્ટ માંગ્યાએ તમામ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...