તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વયમર્યાદા વિવાદ:10 જિલ્લાની ફી નક્કી કરતી FRCના અમદાવાદ ઝોનના ચેરમેન જસ્ટિસ પૂજનું રાજીનામું

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
જસ્ટિસ એ.કે. પૂજની ફાઇલ તસવીર - Divya Bhaskar
જસ્ટિસ એ.કે. પૂજની ફાઇલ તસવીર
  • શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું- સરકાર ટૂંકમાં જ નવી નિમણૂક કરશે

વયમર્યાદાના વિવાદને બાદ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ફી રેગ્યુલટરી કમિટી (સ્કૂલ્સ) અમદાવાદ ઝોનના ચેરપર્સન જસ્ટિસ કે.એ. પૂજે રાજીનામું આપ્યું છે. ગુજરાતનાં શિક્ષણ અને કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આ વાતને સમર્થન આપ્યું હતું. મહત્ત્વનું છે કે, ગુજરાત સરકારે 2017માં વિધાનસભામાં ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ્ડ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીસ) એક્ટ પસાર કર્યો હતો. આ કાયદા પ્રમાણે ફી રેગ્યુલટરી કમિટીનાં ચેરપર્સન કે મેમ્બર 65 વર્ષથી વધુ ન હોઇ શકે. જો કે આ વયમર્યાદા છતાં ગુજરાત સરકારે જસ્ટિસ પૂજની બે વખત અમદાવાદ ઝોનની ફી કમિટીનાં ચેરપર્સન તરીકે નિમણૂક કરી હતી.

દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ, ચેરમેનની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ, જ્યારે જસ્ટિસ પૂજની હાલની ઉંમર 71 વર્ષ.
દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ, ચેરમેનની ઉંમર 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ, જ્યારે જસ્ટિસ પૂજની હાલની ઉંમર 71 વર્ષ.

છેલ્લા 4 વર્ષમાં અનેક મહત્વના ચુકાદા આપ્યા
વયમર્યાદા મુદ્દે દિવ્ય ભાસ્કરનાં અહેવાલ બાદ જસ્ટિસ પૂજે રાજીનામુ આપતાં હવે નવા ચેરમેનની નિમણૂક થશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ચેરમેન તરીકે જસ્ટિસ પૂજની અધ્યક્ષતા હેઠળની કમિટીએ તેનાં સત્તાક્ષેત્ર હેઠળનાં 10 જિલ્લામાં કેટલાય મહત્ત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે. જસ્ટિસ પૂજનાં રાજીનામાં બાદ હવે આ ચૂકાદાઓ કાયદાકીય રીતે હજુ પણ સ્ટેન્ડ કરી શકે કે નહીં તે મુદ્દે પ્રશ્નો ઊભા થયા છે.

કમિટીએ અમદાવાદની અગ્રણી શાળાની ફી નક્કી કરવા સહિતના કેટલાય મહત્ત્વના ચુકાદા આપ્યા છે

  • અમદાવાદની જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ સામે મીના પટેલ નામનાં વાલી વધુ ફી લેવા મુદ્દે કમિટીમાં ગયા હતાં. કમિટીએ સ્કૂલને બે વર્ષમાં વધુ લેવાયેલી રૂ. 3.17 લાખ ફી બે વીકમાં પરત કરવાનો હુકમ કર્યો હતો.
  • 2018માં કમિટીએ એકસાથે 360 સ્કૂલની ફી જાહેર કરી હતી. જેમાં અમદાવાદની મીઠાખળી વિસ્તારની મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલની ધો. 12ની રૂ. 2.25 લાખ ફી મંજૂર કરી હતી.
  • વર્ષ 2019માં કમિટીએ એકલવ્ય સ્કૂલને વધુ ફી ઉઘરવવા મુદ્દે નોટિસ આપી હતી. વાલીઓએ કમિટી સામે ફરિયાદ કરી હતી કે, રૂ. 79,000થી 99,750 રેન્જ સામે સ્કૂલ રૂ. 87,000થી રૂ. 2.5 લાખ ફી લઇ રહી છે.
  • અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપરાંત અન્ય સ્કૂલોનો વધુ ફીનો મુદ્દો પણ કમિટીમાં ગયો હતો. વધુ ફી મુદ્દે કમિટીએ કેટલીક સ્કૂલોને દંડ પણ ફટકાર્યો છે.

નજીકના ભવિષ્યમાં નવી નિમણૂક : શિક્ષણમંત્રી
સરકારને જસ્ટિસ કે.એ. પૂજનું રાજીનામું મળ્યું છે. સરકાર અમદાવાદ ઝોન ફી રેગ્યુલટરી કમિટીના નવા ચેરપર્સનની નિમણૂક કરશે. આ નિમણૂક નજીકનાં ભવિષ્યમાં થશે.” - ભુપેન્દ્રસિંહ ચુડાસમા,
શિક્ષણ અને કાયદા મંત્રી

નિર્ણયો પર કાયદાકીય પ્રશ્નાર્થ
આ વિશે સિનિયર એડવોકેટ આનંદ યાગ્નિકે જણાવ્યું હતું કે, FRC મુદ્દે ગુજરાત સરકારે કાયદો બનાવ્યો હતો. સરકાર વયમર્યાદા અંગે જાણ જાણતી હોવા છતાં જસ્ટિસની બે વખત નિમણૂક થઇ છે. જેથી તેમને લીધેલા નિર્ણયો પર બંધારણીય અને કાયદાકીય પ્રશ્નાર્થ સર્જાયા છે. જો કે ફી અંગે ચેરમેનની આગેવાની હેઠળ લેવાયેલા નિર્ણયોમાં કમિટીનાં અન્ય સભ્યો પણ સામેલ હોઇ ફીનાં નિર્ણયો ગેરકાયદે ગણાય નહીં. કાયદા વિભાગમાં જેનાથી આ ચૂક થઇ હોય તેની નૈતિક જવાબદારી નક્કી કરીને પગલાં લેવાવા જોઇએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો