સિંહોની જાળવણી મામલે હાઇકોર્ટમાં PIL:જસ્ટિસ પારડીવાલાની હળવી ટકોર, 'એ દિવસો દૂર નથી કે સિંહ ગુજરાત હાઈકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો'

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અગાઉની સુનાવણીમાં સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો

ગીર અભ્યારણમાં એશિયાટીક સિંહોની જાળવણી માટે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલ જાહેર હિતની અરજી સંદર્ભે ફરી એકવાર ગુજરાત હાઈકોર્ટે હળવી અને મહત્વપૂર્ણ ટકોર કરી છે. જ્યારે PILની મેટર સુનાવણી માટે આવી ત્યારે સેશનનો સમય પૂર્ણ થવા આવ્યો ત્યારે જસ્ટિસ પારડીવાલાએ હળવાશમાં કહ્યું કે 'એ દિવસો દૂર નથી કે જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે અમને બચાવી લો '. આ બાબતે 24 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

હવે સિંહ પલંગ પર સૂવા માટે ટેવાઈ ગયા છે
શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં જ્યારે ગીર અભયારણ્ય સિંહની બાબતની PILની મેટર કોલ આઉટ થઈ, એટલે કે સુનાવણી માટે આવી ત્યારે પહેલા સેશનનો સમય પૂર્ણ થવા આવ્યો હતો. જેથી આ બાબતે વધુ સુનાવણી તો ન થઈ શકી, પરંતુ જસ્ટિસ પારડીવાલાએ હળવાશમાં એક ટકોર કરી કે એ દિવસો દૂર નથી કે જ્યારે સિંહ ગુજરાત હાઇકોર્ટમાં આવશે અને તેમને બચાવી લેવા માટે વિનંતિ કરશે. માત્ર એટલું નહીં, કોર્ટે એક સપ્તાહ પહેલા માધ્યમોમાં ખાટલા પર બેસેલા સિંહોની તસવીર વાઇરલ થઈ તેનો ઉલ્લેખ પણ કર્યો, અને કહ્યું કે હવે સિંહ પલંગ પર સૂવા માટે ટેવાઈ ગયા છે.

સિંહણને 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા PIL થઈ હતી
આ પહેલા ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટે નવેમ્બરના અંતમાં સુનાવણી કરતા ગીરમાં સિંહદર્શન માટેની સફારીની સંખ્યામાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ જાહેરહિતની અરજીમાં રજૂઆત કરાઈ હતી કે ટુરિસ્ટને સિંહ-સિંહણ દર્શન કરાવવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે. તેના લીધે સિંહોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે.

સિંહ-સિંહણને શાંતિથી જીવવા દો, શા માટે હેરાન કરો છો?
ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, સિંહ-સિંહણને શાંતિથી જીવવા દો, શા માટે હેરાન કરો છો? કુદરતને હેરાન ન કરો. કુદરતના ક્રમમાં વિક્ષેપ ન કરો. જેને સિંહો જોવા છે તે ઝૂમાં જઇને જુએ. સફારીમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિમાં ધટાડો કરવો જોઈએ અને નિયંત્રણ હોવા જોઈએ. જે માટે ચોક્કસ નીતિ ઘડાવી જોઈએ. એશિયાટીક સિંહો પર ખૂબ ગર્વ છે. સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે સફારીને બચાવાના પ્રયાસ ચાલુ જ છે. તેમજ સરકારને સફારીની સંખ્યા ઓછામાં ઓછી કરવા અને સિંહ સફારી માટે પોલિસી ઘડવા આદેશ કર્યો હતો.

સુનાવણીમાં રમૂજ: ટોઇલેટમાં સિંહ જોઈને ડાયેરિયા પણ બંધ થઈ જાય
ગત સુનાવણી દરમિયાન બેન્ચે રમૂજ કરતા એવી ટકોર કરી હતી કે સિંહને જંગલમાં હેરાન કરો છો એટલે સિંહ ગામ સુધી પહોંચી જાય છે. થોડા સમય પહેલા સિંહના ટોળા પબ્લિક ટોઇલેટની બહાર જોવા મળ્યા હતા, એ જોઇને કોઇને ડાયેરિયા થયો હોય તો પણ બંધ થઇ જાય.

2018માં CDVને કારણે 20 સિંહના મોત થયા હતા
વર્ષ 2018ના ઓક્ટોબરથી નવેમ્બર માસ દરમિયાન સીડીવી (કેની ડિસ્ટેમ્પર વાઇરસ)ના કારણે ગીરમાં 40 સિંહના મોત થયા હતા.

સિંહદર્શન માટે રોજની 90 પરમિટ
હાલ સિંહ દર્શન માટે રોજની 90 પરમિટ આપવામાં આવે છે. 1 પરમિટમાં 6 લોકો જઈ શકે છે. એ રીતે એક દિવસમાં પરમિટ લઈને 540 લોકો સિંહ જોવા જાય છે.

5 વર્ષમાં સિંહની સંખ્યા 523થી વધીને 674 થઈ
એશિયાટીક સિંહોની સંખ્યામાં છેલ્લા 5 વર્ષમાં 29 ટકા વધારો થયો છે. 2015ની ગણતરીમાં સિંહોની સંખ્યા 523 હતી જે 2020માં વધીને 674 પહોંચી ‌છે. દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવે છે. કુલ 674 સિંહમાં 161 નર, 260 માદા, 45 નર પાઠડા, 49 માદા‌ પાઠડા, 22 વણઓળખાયેલ‌ા પાઠડા, 137 સિંહબાળ છે. 2015મા સિંહોનું વિસ્તરણ ક્ષેત્ર 22000 ચોરસ કિમી. હતું જે વધીને 2020માં 30000 ચોરસ કિમી. થયું છે. વિસ્તરણ ક્ષેત્રમાં પાંચ વર્ષમાં 36 ટકાનો વધારો છે.

30 વર્ષમાં સિંહની સંખ્યામાં અઢી ગણો વધારો

વર્ષસિંહ
1936287
1950227
1955290
1963285
1968177
1974180
1979205
1985239
1990284
1995304
2001327
2005359
2010411
2015523
2020674
અન્ય સમાચારો પણ છે...