નર્મદા કલ્પસર યોજના હેઠળ જમીન સંપાદનના કેસમાં 28 વર્ષથી જમીન ગુમાવનારાએ કરેલી અરજીમાં હાઇકોર્ટે સરકારી અધિકારીઓની આકરી ઝાટકણી કાઢતા એવી ટકોર કરી હતી કે, સિનિયર અધિકારીઓના આદેશ છતાં તેમના તાબાના અધિકારીઓ તેમને ગાંઠતા નથી. સરકારી વકીલોએ પણ આવા અધિકારીઓને વિનંતી કરવી પડે છે. આ રીતે સરકાર કેવી રીતે કામ કરી શકે? ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે ચીફ સેક્રેટરીને તમામ જવાબદાર કલેક્ટરો અને ડેપ્યૂટી સેક્રેટરીઓ પાસે એક સપ્તાહમાં આ અંગે કામ કરાવવું પડશે. આવા અધિકારીઓને લીધે સરકારી અધિકારીઓની છબિ ખરડાય છે.
પ્રજાના પૈસા અધિકારીઓ દબાવી રાખે છે: હાઈકોર્ટ
કલ્પસર યોજના માટે જેમની જમીન સંપાદિત કરાઈ છે તેમને 28 વર્ષથી સરકાર વળતર ચૂકવતી નથી તેવી અરજી સામે ખંડપીઠે ટકોર કરી કે, અરજદારો જે ટેક્સ ચૂકવે છે તેમના પૈસા સરકારી અધિકારીઓ દબાવી રાખે છે. ચીફ સેક્રેટરીને સાત દિવસમાં જવાબ રજૂ કરવાનો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.