તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ક્રિકેટરની માફી માગી:જુહાપુરાના વૃદ્ધે વીડિયો બનાવી પુત્રવધૂ સાથે ક્રિકેટર ઈરફાન પઠાણને આડાસંબંધનો આરોપ લગાવ્યો, પછી ગેરસમજ થઈ કહી ફેરવી તોળ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
વૃદ્ધે વીડિયો બનાવીને ઈરફાન પઠાણની માફી માગી છે
  • બીજો વીડિયો બનાવીને વૃદ્ધ કહ્યું- ઈરફાનભાઈ ખૂબ સારા વ્યક્તિ છે મારીથી ગેરસમજ થઈ હતી

અમદાવાદના જુહાપુરામાં રહેતા વૃદ્ધનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે ક્રિકેટર ઈરફાન પઠાણ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેની પુત્રવધૂને ક્રિકેટર ઈરફાન પઠાણ સાથે અનૈતિક સંબંધ છે. જો કે માત્ર 3 દિવસના ટૂંકાગાળામાં જ વૃદ્ધે વીડિયો બનાવીને ઈરફાન પઠાણની માફી માગી લીધી છે અને તેને ગેરસમજ થઈ હોવાનું વીડિયોમાં જણાવ્યું છે.

અગાઉ ઈરફાન પઠાણ પર આક્ષેપો કરતો વૃદ્ધે બનાવેલો વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો

પહેલા વીડિયો બનાવીને આપઘાતની ચીમકી આપી હતી
અમદાવાદના વૃદ્ધ દંપતીનો 5મી એપ્રિલે સોશિયલ મીડિયામાં ક્રિકેટર ઈરફાન પઠાણ સામે આક્ષેપ કરતો વીડિયો બનાવ્યો હતો. જેમાં વૃદ્ધે કહ્યું હતું કે તેના દીકરાની પત્ની અને ઈરફાન પઠાણ વચ્ચે અનૈતિક સબંધ છે. જેથી અમે આત્મહત્યા કરવા જઈએ છીએ.

વૃદ્ધે અગાઉ ઈરફાન પઠાણ પર ગંભીર આરોપ લગાવતો વીડિયો બનાવ્યો હતો
વૃદ્ધે અગાઉ ઈરફાન પઠાણ પર ગંભીર આરોપ લગાવતો વીડિયો બનાવ્યો હતો

અગાઉ રડતાં રડતાં વૃદ્ધે વીડિયો બનાવ્યો હતો
અમદાવાદના હાઈ પ્રોફાઈલ વીડિયો પ્રકરણમાં આજે ટર્નિગ પોઈન્ટ આવ્યો છે. જેમાં ક્રિકેટર ઇરફાન પઠાણ સામે ગંભીર અને ચારિત્ર્ય સંબંધે આક્ષેપ કરતા વીડિયો બનાવનાર વૃદ્ધ દંપતીએ હવે ભાષા બદલી નાખી છે. જેમાં અગાઉ રડતાં રડતાં બનાવેલા વીડિયો ગેરસમજથી બનાવ્યો હોવાનું જણાવે છે. આજે સામે આવેલા વૃદ્ધ દંપતીના વીડિયોમાં વૃદ્ધ બોલી રહ્યા છે કે, ઇરફાનભાઈ ક્રિકેટર ખૂબ સારા માણસ છે. તેમને આ મેટર સાથે કોઈ લેવા દેવા નથી. મારી ગેરસમજથી આ વીડિયો બનાવ્યો હતો. હવે આ વીડિયો હું કોઈ પણ દબાણ વગર બનાવી રહ્યો છું. આ વીડિયો સામે આવ્યા બાદ આ હાઈ પ્રોફાઈલ કેસમાં ટર્નિગ પોઇન્ટ આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

દંપતી-પુત્ર સામે પુત્રવધૂએ દહેજનો કલમ 498નો કેસ કર્યો છે
જુહાપુરામાં રહેતા જે ઇબ્રાહિમભાઈ અને તેમની પત્નીનો વીડિયો વાયરલ થયો છે તેમની તથા તેમના પુત્ર સામે પુત્રવધૂએ દહેજ ઉત્પીડનનો ઈપીકોની કલમ 498 હેઠળનો કેસ કર્યો છે. ઇબ્રાહિમભાઈ પોતે ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા છે. જ્યારે તેઓની તવક્કલ હોટલ જુહાપુરા રોડ પર આવેલી છે. તેમના દીકરાના લગ્ન ક્રિકેટર ઇરફાન પઠાણની પરિચિત યુવતી સાથે થયા હતા. આ જ પરિચય સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો બનાવીને ઈબ્રાહિમભાઈએ વાયરલ કર્યો હતો.

નવો વીડિયો બનાવીને વૃદ્ધે ઈરફાનને આ મામલે કોઈ લેવાદેવાન ન હોવાનું કહ્યું છે
નવો વીડિયો બનાવીને વૃદ્ધે ઈરફાનને આ મામલે કોઈ લેવાદેવાન ન હોવાનું કહ્યું છે

પોલીસ પર ધમકાવવાનો આક્ષેપ
વેજલપુર પીઆઈ એલ. ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, જુહાપુરાના હાજીબાવા પાર્કમાં રહેતા યાસ્મીનબાનુ (ઉં.25) એ 11 માર્ચ 2021ના રોજ પતિ મોહંમદ ઝેદ ઈબ્રાહીમ મિયાં સૈયદ, સસરા ઇબ્રાહીમ મિયાં સૈયદ અને આરીફાબાનુ ઈબ્રાહીમ મિયાં સૈયદ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી, જેની સામે ઇબ્રાહીમ અને ઝેદે યાસ્મીનબાનુ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. એક અરજીમાં યાસ્મીનબાનુ ઘરમાંથી દાગીના ચોરી ગઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી અરજીમાં તેમને ધમકી અપાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે યાસ્મીનબાનુની ફરિયાદ અને ઝેદ અને ઈબ્રાહીમની અરજીઓની તપાસ ચાલી જ રહી છે ત્યારે બુધવારે ઈબ્રાહીમ અને આરીફાબાનુએ એક વીડિયો વહેતો કર્યો હતો, જેમાં એવો આક્ષેપ કર્યો હતો કે યાસ્મીનબાનુને ક્રિકેટર ઇરફાન પઠાણ સાથે આડા સંબંધ છે, જેથી પોલીસ તેમને ધમકાવી રહી છે.