ચુકાદો અનામત:ઓનલાઇન જુગાર રમાડવા પર રોક લગાવવાની થયેલી જાહેરહિતની અરજી પર ચુકાદો અનામત

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઇન જુગાર રમાડવા પર રોક લગાવવા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. અરજીમાં એવી દલીલ કરાઇ છે કે, ઓનલાઇન જુગાર રમાડવાની પદ્ધતિને લીધે અનેક લોકોની સાથે છેતરપિંડી થઇ રહી છે.

અનેક લોકોનાં બાળકો પણ ઓનલાઇન ભણવા મોબાઇલ કે ડિવાઇસનો ઉપયોગ કરતા હોવાથી તેમને જુગારની એપ્લિકેશન ખોલી રહ્યા છે. રમી અને તીનપત્તી જેવી ઓનલાઇન જુગારની રમતો પર નિયંત્રણ મૂકવાની જરૂર છે. અનેક લોકોના ખાતામાંથી પણ રકમ કપાઇ જતી હોય છે. હાઇકોર્ટે બન્ને પક્ષે સુનાવણી સાંભળીને ચુકાદો અનામત રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...