અમદાવાદમાં ચર્ચાસ્પદ હનીટ્રેપ કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ આજે ચુકાદો આપશે. મહિલા ક્રાઈમના પૂર્વ પીઆઈ ગીતા પઠાણ, PSI જે.કે.બ્રહ્મભટ્ટ સહિત કુલ 8 આરોપી સામે હનીટ્રેપ અને તોડ કરવાનો આરોપ છે. 20 માર્ચ 2021ના દિવસે વેસ્ટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હની ટ્રેપમાં ચાર લોકો સાથે તોડ કર્યો હતો. આરોપીઓ પર પોલીસ ફરિયાદમાં સમાધાન કરાવવાના નામે લાખો રૂપિયાનો તોડ કરવાનો આરોપ છે.
હનીટ્રેપ કેસમાં ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી
હનીટ્રેપ ગેંગ અને પોલીસ વચ્ચેની સંડોવણીના આક્ષેપો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા હતા. કારણ કે આ ગેંગે વેપારી બાદ બિલ્ડર પાસેથી પણ રૂ 8 લાખ પડાવ્યા હોવાનો ઉલ્લેખ અરજીમાં કર્યો હતો. અહીં મહત્વનું છે કે, મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમા પીઆઈ તરીકે ફરજ બજાવતા ગીતા પઠાણ અને તેની ટીમ આ નેટવર્કમા સંડોવાયેલી હોવાનો ગંભીર આરોપ વેપારીએ લગાવ્યો છે.તાજેતરમા જ ક્રાઈમ બ્રાંચે બે વેપારીને ખોટા દુષ્કર્મ કેસમા ફસાવવાનુ કાવતરૂ ઘડનાર આરોપીની ધરપકડ કરીને વેપારીઓેને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમા પણ પીઆઈ ગીતા પઠાણની શંકાસ્પદ ભૂમિકા સામે આવી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી હતી.
હની ટ્રેપ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું
ત્યારે હનીટ્રેપ ગેંગ સાથે પોલીસની સંડોવણીના આક્ષેપોને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી. સીઆઈડી ક્રાઈમ દુકાનમાં રેડના નામે તોડ કરતી હોવાનો આરોપ વેપારીએ લગાવ્યો હતો.આ હની ટ્રેપ કેસમાં પીઆઇ ગીતા પઠાણનું નામ સામે આવ્યું ત્યારથી તેઓ ફરાર હતા. પરંતુ હાલ અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે. PI ગીતા પઠાણ વિરુદ્ધ અગાઉ એ.સી.બી.ટ્રેપ પણ થઈ ચૂકી છે, બીજી તરફ પીઆઇ પઠાણ વિરુદ્ધ અનેક આક્ષેપો કરતી અરજીઓ થઈ છે, ગીતા પઠાણ પુર્વ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.