સંબોધન:ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ટકાવવા યોગ્ય જજ નિમવા જોઈએ:જસ્ટિસ એમ.આર. શાહ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટની ડાયમંડ જ્યુબિલીની ઉજવણીમાં SCના જજનું સંબોધન

ગુજરાત હાઇકોર્ટની સ્થાપનાને 60 વર્ષ પૂરા થતા ડાયમંડ જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા ત્રિવેદીએ હાજરી આપી હતી. જસ્ટિસ એમ.આર.શાહે આ પ્રસંગે એવું કહ્યું હતું કે, લોકોને ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે તેવા ગુણવત્તાયુક્ત જજીસની નિમણૂક થવી જોઇએ. વર્તમાન સમયમાં વિદ્ધવાન જજીસ છે છતાં પણ કેસોમાં ન્યાય મેળવવામાં ઘણા વર્ષો નીકળી જાય છે. કેસોનો ઝડપથી નિકાલ નથી આવતો. કેસોનો ભરાવો વધી રહ્યો છે.

તેમણેે કહ્યું હતું કે, જો લોકોને ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ઊઠી જશે તો તે જજીસ માટે કાળો દિવસ ગણાશે. જ્યુડિશિયરીએ ઝડપી ન્યાય આપવા માટે નવી અને આધુનિક ટેકનિકને અપનાવીને લોકોનો વિશ્વાસ દૃઢ કરવાની જરૂર છે. યુવાન એડવોકેટને પ્રોત્સાહન આપીને જજીસ બનવા માટે પ્રેરણા આપવાની જવાબદારી આપણી છે. બિનજરૂરી મુદતો આપીને કેસને વિલંબિત કરતા આટકાવવાની તાતી જરૂરિયાત છે. આપણને સમય બગાડવાનું પોષાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...