તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટિપ્પણીનો વિરોધ:AAPના ઈસુદાન ગઢવી બિહાર અને ઉત્તર ભારતીયોની માફી માંગે, નહીંતર ધરણા કરીશું: JSVPની ચીમકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ઈસુદાનના નિવેદન પર વિરોધ - Divya Bhaskar
જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા ઈસુદાનના નિવેદન પર વિરોધ
  • જનસંઘર્ષ વિરાટ પાર્ટીએ ઈસુદાનના નિવેદનનો વિરોધ નોંધાવી આજે બપોરે આશ્રમ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું

આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી અને અન્ય નેતાઓ પર વિસાવદર ખાતે આવેલા લેરિયા ગામે હુમલા થયો હતો. ત્યારબાદ આપ નેતા ઇસુદાન ગઢવીએ "ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે" તેવા નિવેદનને લઈ હવે પરપ્રાંતિયો રોષે ભરાયા છે. જનસંઘર્ષ વિરાટ પાર્ટીએ ઈસુદાનના નિવેદનનો વિરોધ નોંધાવી આજે બપોરે આશ્રમ રોડ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

માફી માગ નહીં તો પરપ્રાંતિયો માટે લડત લડાશે
JSVPના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અર્જુન મિશ્રા અને નીરજ શુક્લ (પ્રદેશ પ્રવક્તા), હર્ષવર્ધન ત્રિવેદી અને JSVPના અન્ય સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવી 24 કલાકમાં બિહારવાસીઓ જોડે માફી માંગે અન્યથા આંદોલન કરી પરપ્રાંતિયોની અસ્મિતા માટે લડત લડવામાં આવશે.

'આપ'ના ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પર થયો હતો હુમલો
'આપ'ના ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ પર થયો હતો હુમલો

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ધરણા પર ઉતરશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપના આગેવાન ઇસુદાન ગઢવી પર હુમલો થયો તે નિંદનીય છે પરંતુ 'ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે' એવું નિવેદન સાંભળી જનસંઘર્ષ વિરાટ પાર્ટીના સભ્યો ભડક્યા છે. આવું નિમ્ન કક્ષાનું નિવેદન આપવા બદલ બિહારવાસીઓ અને ઉત્તર ભારતીયોની તેઓ માફી માગે તેવી રજૂઆત કરવામાં આવી છે. જો આમ નહીં બને તો જનસંઘર્ષ વિરાટ પાર્ટીના કાર્યકર્તાઓ 24 કલાક બાદ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર ઉતરશે.

પોલીસ પર પણ ધંધો કેમ કરો છો કહી માર મારવો આરોપ
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, કેટલીક વાર પોલીસ દ્વારા અપશબ્દો બોલી ગુજરાતમાં ધંધો કેમ કરો છો એમ કહી ઢોર માર મારવામાં આવતા હોવાની ઘટના પણ બને છે. જે નિંદનીય છે અને સજાપાત્ર છે. સાથે સાથે આટલો ઝેર કેમ એ વિષય પણ જાણવું છે" એવું અર્જુન મિશ્રા એ પત્રકારોને જણાવ્યું હતું.