તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બેંકોના ખાનગીકરણના વિરોધમાં 15-16 તારીખે બેંક કર્મચારીઓની હડતાલ, ગુજરાતના 60,000 કર્મચારીઓ જોડાશે

અમદાવાદ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
મહાગુજરાત બેંક એમ્પલોઈઝ એસોસિયેશનની તસવીર - Divya Bhaskar
મહાગુજરાત બેંક એમ્પલોઈઝ એસોસિયેશનની તસવીર
 • 15 અને 16 માર્ચે બેંક કર્મચારીઓની હડતાલ
 • 15 માર્ચે લાલદરવાજા અમદાવાદ ખાતે કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે.

સરકારી બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ તરફથી જાહેર કરાયેલી આ હડતાલની અસર દેશભરમાં જોવા મળશે. જેનાથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ પર અસર પડશે. નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને લોકસભામાં બજેટ સંબોધનમાં જણાવ્યું હતું કે, 'બે સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે.' બેંક કર્મચારીઓના કહેવા મુજબ સરકારી બેંકોનું ખાનગીકરણ થવાથી પ્રજાને નીચે મુજબની હાલાકીઓ પડશે તથા નુકશાન જશે.

સરકારના બેંકોના ખાનગીકરણના નિર્ણયનો વિરોધ કરવા ગુજરાતના લગભગ 60000 કર્મચારીઓ, અધિકારીઓ બે દિવસની પ્રતીક હડતાલ પાડશે. ઉપરાંત તારીખ 15 માર્ચના રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, લાલદરવાજા અમદાવાદ ખાતે કર્મચારીઓ સવારે 10.30 કલાકે સૂત્રોચ્ચાર કરશે. મહાગુજરાત બેંક એમ્પ્લોયિઝ એસોસિયેશનના મહામંત્રી જનક રાવલે જણાવ્યું હતું કે,

 • બેંકોમાં સામાન્ય લોકોની મૂડી છે ,આ કુલ મૂડી 146 લાખ કરોડ છે. આજે આ મૂડી સલામત છે લોકોને પોતાની મૂડીની ચિંતા નથી. બેંકોના ખાનગીકરણથી આ મૂડી ખાનગી માલિકોના હાથમાં આવી જશે. ખાનગી માલિકો મૂડીનો ઉપયોગ પોતાનો નફો વધારવા કરશે.
 • સરકારી બેંકોની "સામાજિક બેન્કિંગની જવાબદારી છે" ખાનગી બેંકો પર આવી કોઈ જવાબદારી નહીં હોય, માત્ર નફો જ તેમનો સિદ્ધાંત હશે.
 • સરકારે જ્યારે જનધન ખાતા ખોલવા આદેશ આપ્યો ત્યારે સરકારી બેંકોએ 33.05 કરોડ ખાતા ખોલ્યા, ગ્રામીણ બેંકોએ 7.45 કરોડ ખાતા ખોલ્યા જયારે તમામ ખાનગી બેંકોએ માત્ર 1.25 કરોડ ખાતા ખોલ્યા.
 • ખાનગી માલિકોએ બેંકોમાં 8 લાખ કરોડનું એનપીએ કર્યું છે. ખાનગી માલિકો લોન લઈને પૈસા પરત ભરે નહીં, જો બેંકો ખાનગી માલિકોના હાથમાં જશે તો પ્રજાના પૈસા પાછા નહીં આવે.
 • ખાનગીકરણ એટલે પ્રજાના પૈસાની ઉઘાડી લૂંટ.
 • ખાનગીકરણ થવાથી બેંકોમાં મિનિમમ ડિપોઝિટની રકમ વધશે. લોકોને વધારે ચાર્જીસ ચૂકવવા પડશે.
 • બચત પરના વ્યાજના દરો ઘટશે. રાહત દરે મળતી લોનની યોજનાઓ બંધ થશે.
 • કૃષિ ધિરાણ ઘટશે. ખેડૂત ફરી વ્યાજખોરોની ચુંગાલમાં ફસાશે. રોજગારીની તકો ઘટશે.
 • પ્રજાની મૂડીનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે નહીં પણ કોર્પોરેટ નફા માટે થશે.
 • ગુજરાતમાં સરકારી બેંકોની લગભગ 5000 શાખાઓ છે, જે બંધ થશે અથવા ઓછી થશે.
 • સેલ્ફ હેલ્પ ગ્રુપના મોટા ભાગના ખાતા સરકારી બેંકોંમાં છે, તમામ સેલ્ફ હેલ્પ ગ્રુપને તકલીફ પડશે.
 • સરકારી બેંકો દ્વારા ચાલતી મહિલા રોજગાર લક્ષી ધિરાણ યોજનાઓ બંધ થશે, ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝનની યોજના ખોરંભે પડશે.