તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:કોરોનાની બીજી વેવમાં અમદાવાદનો જોધપુર વિસ્તાર ‘હોટસ્પોટ’, 1 માસમાં સૌથી વધુ 750 કેસ, અત્યારસુધીમાં 1406ને સંક્રમણ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી સોલા પોલીસે ચાંદલોડિયા સહિતનાં 4 શાક માર્કેટ બંધ કરાવી દીધાં. - Divya Bhaskar
સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોવાથી સોલા પોલીસે ચાંદલોડિયા સહિતનાં 4 શાક માર્કેટ બંધ કરાવી દીધાં.
  • પ્રથમ વેવમાં ‘હોટસ્પોટ’ રહેલા જમાલપુરમાં છેલ્લા મહિનામાં માત્ર 12 કેસ
  • બોડકદેવ, નવરંગપુરા, નારણપુરા સહિત 10 વોર્ડમાં 200થી વધુ કેસ
  • 11 વોર્ડ એવા છે, જેમાં 1 મહિનામાં 50થી પણ ઓછા કેસ નોંધાયા છે
  • અત્યારસુધીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 8858 કેસ નોંધાયા છે

શહેરનો સૌથી પોશ વિસ્તાર જોધપુર કોરોનાનું હોટસ્પોટ બની ગયો છે. નવેમ્બરમાં સૌથી વધુ 750 કેસ અહીં નોંધાયા છે, જ્યારે માર્ચથી અત્યારસુધીમાં પણ સૌથી વધુ 1406 કેસ પણ આ જ વોર્ડમાં નોંધાયા છે. એક સમયે જૂન સુધી જમાલપુરમાં સૌથી વધુ કેસ નોંધાતા હતા.

બીજી તરફ, છેલ્લા એક મહિનામાં 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડી 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289, નારણપુરા 255, મણિનગરમાં 241 કેસ નોંધાયા છે. જ્યારે 50થી ઓછા કેસ અસારવા, દરિયાપુર, જમાલપુર, વિરાટનગર, શાહપુર, અમરાઈવાડી, ભાઈપુરા, બહેરામપુરા, દાણીલીમડા, મક્મતપુરા વોર્ડમાં નોંધાયા છે.

જોકે ઝોનવાર સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858એ પહોંચી ગયા છે. જમાલપુરમાં નવેમ્બર મહિનામાં માત્ર 12 જ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 291 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીનાં મોત થયાં છે. બે વિસ્તાર કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

કોરોનાના નામે 450 કરોડનો ખર્ચ પણ, પારદર્શિતા નથી : દિનેશ શર્મા
પૂર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો હતો કે અત્યારસુધીમાં મ્યુનિ.એ કોરોનાના નામે 450 કરોડનો ખર્ચ કર્યો છે, જેમાં માસ્ક, સેનિટાઈઝર, પીપીઈ કિટ સહિતની ખરીદી કરી છે અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડનાં નાણાં ચૂકવ્યાં છે, પણ આ તમામ બાબતોમાં કોઈ પારદર્શિતા દેખાતી નથી. કેટલાક અધિકારીઓએ મહામારીના નામે મોટું કમિશન પણ લીધું છે.

48 વોર્ડમાંથી 13 વોર્ડમાં કુલ કેસની સંખ્યા 1 હજારને પાર, છેલ્લા 1 મહિનામાં અસારવામાં માત્ર 30 કેસ, પણ મૃત્યુ 4

વિસ્તારકેસમૃત્યુકુલ કેસ
અસારવા304650
દરિયાપુર101740
જમાલપુર1211158
ખાડિયા532780
શાહીબાગ1991990
શાહપુર21-702
અમરાઈવાડી351732
ભાઈપુરા274613
ગોમતીપુર102668
નિકોલ286101105
ઓઢવ553607
રામોલ-હાથીજણ422610
વસ્ત્રાલ1132721
વિરાટનગર262624
બાપુનગર513746
ઈન્ડિયા કોલોની491703
કુબેરનગર563511
નરોડા1153812
સૈજપુરબોઘા622619
સરસપુર-રખિયાલ745757
સરદારનગર1024630
ઠક્કરબાપાનગર723657
બોડકદેવ42521117
ચાંદલોડિયા18131030
ઘાટલોડિયા28921119
ગોતા30221105
થલતેજ322-1028
બહેરામપુરા132725
દાણીલીમડા151713
ઈન્દ્રપુરી651738
ઈસનપુર1216751
ખોખરા667654
લાંભા523660
મણિનગર24171034
વટવા1014992
બોપલ-ઘુમા46-508
જોધપુર75031406
મક્તમપુરા292648
સરખેજ77-622
વેજલપુર1263943
ચાંદખેડા1894978
નારણપુરા25531210
નવા વાડજ881713
નવરંગપુરા32351096
પાલડી34451106
રાણીપ19431110
સરદારપટેલ સ્ટેડિયમ1811810
સાબરમતી733805
વાસણા1497940

નોંધ : કેસ અને મૃત્યુના આંકડા 29 નવેમ્બર સુધી અને કુલ કેસ માર્ચથી નવેમ્બર સુધીના છે.

ઝોનવાર આંકડા

મધ્ય5090
પૂર્વ5483
ઉત્તર5296
ઉ. પશ્ચિમ5441
દક્ષિણ6101
દ. પશ્ચિમ4427
પશ્ચિમ8858

નોંધ : ઝોનવાર આંકડા 22 નવેમ્બર સુધીના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો