તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્કમટેક્સ:નોકરિયાત વર્ષ 2021-22ના રિટર્ન વહેલું ફાઇલ કરી શકશે; ITIR-1, 2 અને 4 ઓનલાઈન મુકાયાં

અમદાવાદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • વહેલાં ફાઈલિંગથી TDS રિફંડ જલદી મેળવી શકશે

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વર્ષ 2021-22ના નાણાકીય વર્ષ માટેના આઇટીઆઇઆર-1,2 અને 4 ઓનલાઇન વેબસાઇટ પર મૂક્યા છે. આ રિટર્ન પગારદાર કરદાતા, વ્યાજ-ભાડાની આવક ધરાવતા અને નાના વેપારીએ ભરવાના હોય છે. આઈટીએ 1 એપ્રિલ 21ના રોજ ઇન્કમટેક્સ રિટર્ન-1,2 અને 4ની જાહેરાત કરી, 3 એપ્રિલના રોજ ફાઇલિંગની લિંક વેબસાઇટ પર મૂકી દેવાઇ છે. જેથી પગારદાર વ્યક્તિઓ, વ્યાજ મેળવતા કરદાતાઓ અને નાના વેપારીઓ(ઓડિટ લાગુ ન પડતું હોય તેવા) પોતાના રિટર્ન ગમે ત્યારે ઇન્કમટેક્સની વેબાસાઇટ પર ફાઇલ કરી શકશે.

છેલ્લી તારીખ 31મી જુલાઈ
વધારામાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે વેબસાઇટ પર ઇ-ગર્વનર પર કરદાતાએ વર્ષ દરમિયાન કરાયેલા મોટા ટ્રાન્ઝેકશન, વ્યાજની આવકની વિગતો મૂકી છે. જે કરદાતાએ રિટર્ન ફાઇલ કરતા પહેલાં તેની સાથે આવકની સરખામણી કરવી હિતાવહ રહેશે. સામાન્ય રીતે આ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તા. 31 જુલાઇ 2021 હોય છે. પરંતુ ડિપાર્ટમેન્ટ દ્વારા સમયસર આ રિટર્ન અપલોડ કરી દેવામાં આવતા કરદાતા વહેલા રિટર્ન ફાઇલ કરીને કપાયેલા ટીડીએસનું રિફંડ લઇ શકશે. તેમજ પોતાની વર્કિંગ કેપિટલ છૂટી કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો