સંતો અને ભક્તોની અંજલિ:જ્યોર્તિમઠ અને શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીને જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદા પીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની આયુએ રવિવારે નિધન થયું હતું. તેમને અમદાવાદની મણિનગર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ તથા સંતો ભક્તો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ચિરકાલીન સુધી બે પીઠના શંકરાચાર્ય તરીકે સેવા આપનાર અવલ નંબરના સૌના અત્યંત આદરણીય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજે આધ્યાત્મિક અને વૈચારિક વારસા સાથે સત્સંગ અને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી વિકાસ પણ કર્યો છે.

મહારાજની સંત સમાજ માટે ન પૂરી શકાય તેવી ખોટ
સત્સંગ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા સ્વામીજી મહારાજની પ્રેરણાથી સંપ્રદાયના લાખો અનુયાયીઓ સત્સંગ તથા સેવાના સંસ્કારોથી યુક્ત બની તન મન ધનનું સમર્પણ કરવા હંમેશા તત્પર રહ્યા છે. તેઓશ્રીનું જીવન અને કાર્ય આવનારી અનેક પેઢીઓને આધ્યાત્મિક ઉન્નતિ તથા સેવાની પ્રેરણા પ્રદાન કર્યા કરશે એવી પૂર્ણ શ્રદ્ધા સેવું છું. શ્રી દ્વારકા-શ્રી શારદા પીઠ અને શ્રી બદ્રીનાથ - શ્રી જ્યોતિર્મઠ પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજની સંત સમાજ માટે ન પૂરી શકાય તેવી ખોટ વર્તાશે.

સંતો અને ભક્તોએ શ્રદ્ધાંજલિ આપી
સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા તથા સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ દિવંગત પુણ્યશાળી આત્માને તેમના પરમ ધામમાં સ્થાન આપે. આપણે સર્વે શોકગ્રસ્ત હિન્દુ સમાજને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તદર્થે પરમ પૂજ્ય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજ તથા સંતો અને હરિભકતોએ પ્રાર્થના, ધૂન ધ્યાન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...