હાર્દિક-જિગ્નેશની જોડી તૂટી:દોસ્ત દોસ્ત ના રહા, જિગ્નેશ મેવાણીની સભામાં બધા કોંગ્રેસીઓ આવ્યા પણ હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીની ફાઈલ તસવીર
  • જિગ્નેશ મેવાણીનું ગુજરાતમાં આગમન પર સત્યમેવ જનસભા અમદાવાદમાં વાડજમાં યોજાઈ હતી
  • એક સમયે ગુજરાતમાં યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર સાથે હતા

2017ની ચૂંટણી હોય કે જ્ઞાતિ સમાજનું આંદોલન હોય કે પછી રાજકીય પક્ષમાં પ્રવેશ હોય. સતત સાથે રહેલા બે યુવા રાજકીય દોસ્ત વચ્ચે પણ તિરાડ પડી ગઈ હોય તેમ જિગ્નેશ મેવાણી આસામ પોલીસ કસ્ટડી માંથી ગુજરાત આવ્યા બાદ તેમની સભામાં કૉંગ્રેસના બધા નેતા હતા પણ હાર્દિક પટેલ ની સૂચક ગેરહાજરી ચર્ચા નો વિષય બન્યો હતો.

સત્યમેવ સભામાં હાર્દિક પટેલની ગેરહાજરી અને તસવીર પણ નહીં
કોંગ્રેસના યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આસામ પોલીસ કસ્ટડીમાંથી ગુજરાતમાં પરત આગમન પર સત્યમેવ જનસભા આજે અમદાવાદમાં વાડજ પાસે યોજાઈ હતી. તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા સુખરામ રાઠવાની તસવીરો દેખાઈ હતી અને કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કૉંગ્રેસના નેતાઓ હાજર હતા પણ હાર્દિક પટેલનો તસવીરમાં ક્યાંય ઉલ્લેખ પણ ન હતો કે, હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી હતી.

હાર્દિક-જિગ્નેશની દોસ્તી તૂટ્યાની ચર્ચા
એક સમયે ગુજરાતમાં યુવા ત્રિપુટી હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની હતી. જેઓ પોતાના સમાજ અને જ્ઞાતિ માટે આંદોલન કરીને હીરો બની ગયા હતા. જેમાંથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ ગયા છે, પણ હવે હાર્દિક પટેલ તથા જિગ્નેશ મેવાણીની જોડી કે જે બંને કોંગ્રેસમાં સાથે જ હતા, પણ છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલની રાજકીય હરકતો બાદ કૉંગ્રેસ સાથે જિગ્નેશ સાથે પણ હાર્દિકની નારાજગી હોવાનું બહાર આવી રહ્યું છે અને દોસ્તી પણ તૂટી રહી હોવાની ચર્ચા એ જોર પકડ્યું છે.

હાર્દિક હવે સામાજીક કાર્યકર્તા તરીકે ઓળખાવે છે
હાર્દિક પટેલે તેના ટ્વિટર હેન્ડલ પર પોતાની ઓળખાણ સામાજીક કાર્યકર્તા તરીકે આપી દીધી છે અને કોંગ્રેસ પક્ષનો ક્યાંય ઉલ્લેખ નથી અને ખુદને સામાજીક તથા રાજકીય કાર્યકર્તા ગણાવ્યા છે અને તેથી કોંગ્રેસથી તેઓ દૂર થતા રહ્યા છે. જો કે આશ્ચર્યજનક રીતે તેઓને ઝઘડો સ્થાનિક નેતૃત્વ સામે છે અને રાહુલ-સોનિયાનું નેતૃત્વ સ્વીકારે છે તેવું અગાઉ જ જણાવ્યું હતું અને તેમણે પોતાના બાયોમાંથી કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શબ્દ હટાવી લીધો છે.

વિધાનસભા ચૂંટણી પહેલા મે નિર્ણાયક બનશે
ગુજરાતના રાજકારણમાં ચૂંટણી પૂર્વેના સતત ચાલુ રહેલા નવા નવા રાજકીય ઘટનાક્રમમાં હવે મે માસ નિર્ણાયક બનશે તે નિશ્ચિત છે. તે વચ્ચે લાંબા સમયથી પક્ષ સામે અને ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસ પક્ષના નેતૃત્વ સામે ફરિયાદ કરી રહેલા કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે હવે તેના ટ્વિટર હેન્ડલમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ તરીકેની ઓળખ હટાવી લેતા ફરી તેઓ કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...