તસ્કરી:હાઈકોર્ટના ડ્રાયવરના ઘરમાંથી રૂ.1.67 લાખના દાગીનાની ચોરી, કોરોનાની સારવાર માટે પરિવાર સાથે મહેસાણા ગયા હતા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ નેગેટિવ આવતા અમદાવાદ આવીને જોયું ત્યારે ઘરના તાળાં તૂટેલા હતા, વેજલપુરમાં પોલીસમાં ફરિયાદ

વેજલપુરમાં રહેતાં પીરોજખાન હાઈકોર્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. તેમને કોરોના થતાં સારવાર કરાવવા અને હોમ કોરોન્ટાઈન રહેવા માટે ડ્રાયવર પરિવાર સાથે ગામડે ગયા હતા. 14 દિવસનો ગાળો પૂરો થતા રિપોર્ટ નેગેટિવ આવતા ગામડેથી પાછા આવ્યા ત્યાં સુધીમાં તેમના ઘરમાંથી તસ્કરો રૂ.1.67 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા હતા.

ફતેવાડી સુપર કિરાણા સ્ટોરની સામે આવેલા સ્ટાર રો હાઉસમાં રહેતા પીરોજખાન ભીખનખાન જોયા(46) હાઈકોર્ટમાં ડ્રાઈવરની નોકરી કરે છે. તેઓ પત્ની નસીમબાનુ, દીકરા તનવીરખ(16) અને દીકરી ઝેબા(15)સાથે રહે છે. 5 મેએ પીરોજખાનની તબિયત બગડી હોવાથી તેમણે કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ કોરોનાની સારવાર અને હોમ ક્વોરન્ટાઈન માટે પરિવાર સહિત વતન મહેસાણાના સુવણા ગામે ગયા હતા. ત્યારબાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ 18 મે એ પરિવાર સાથે અમદાવાદ આવ્યા હતા. ઘરે આવીને જોયું તો ઘરના દરવાજાનું તાળું, નકૂચો તૂટેલાં હતાં અને સરસામાન વેર વિખેર પડ્યો હતો. તિજોરીઓ ચેક કરતા તેમાં મુકેલા રૂ.1.67 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ન હતા. આ અંગે પીરોજખાને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...