અમદાવાદમાં સાસરિયા સામે ફરિયાદ:જેઠાણીને દેરાણીનું ઘરમાં આવવું ન ગમતા ગંદી ગાળો બોલતી ને કહેતી, આ ઘર મારૂ છે તારે અહીંયા રહેવાનું નથી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં દહેજને લઈને અનેક પરિવારોમાં વિવાદો ચાલતાં હોય છે. ત્યારે અમદાવાદમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જેમાં જેઠાણી અને નણંદે પરિણીતાને કહ્યું હતું, આ ઘર મારૂં છે તારે અહીંયા રહેવાનું નથી. તે ઉપરાંત સાસુ અને સસરા પણ ઘરકામને લઈને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની પરિણાતાએ ફરિયાદ નોંધાવી છે.

રાયફલ ક્લબમાં જતી યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં રહેતી પરિણીતા રાયફલ ક્લબમાં ફાયરિંગ શીખવા જતી હતી, ત્યાં તેને એક યુવક સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને જણાએ લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ તેમને સંતાનમાં બે દીકરીઓનો જન્મ થયો હતો. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેને સાસરીમાં સારી રીતે રાખવામાં આવતી હતી. ત્યારબાદ જેઠાણીને તેનું ઘરમાં આવવું ગમ્યું નહોતું. જેઠાણી તેની દેરાણીને વારંવાર ગંદી ગાળો બોલીને ઘરકામને લઈને ટોકતી હતી. ઘરમાં ચઢામણી કરીને મારઝૂડ પણ કરતી હતી.

સસરા લાઈટબિલ ભરવા પૈસા લઈ જતા, ભરતાં નહીં
પરિણીતાએ કહ્યું હતું કે,તેઓ ઘરના પાછળના ભાગમાં રહેતાં હતાં, ત્યારે તેના સસરા લાઈટબિલના પૈસા લઈ જતાં હતાં અને લાઈટબિલ ભરતા નહોતા. જેથી લાઈટો કપાઈ જતી હતી. આવી રીતે તેઓ વારંવાર હેરાન કરતાં હતાં. આ સમયે પરિણીતાએ સસરા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ નણંદ, નણંદોઈ સહિતના લોકો અમારા ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યા હતાં. તેઓ એવું કહેતા હતાં કે, તારા ઘરેથી કંઈ લઈને નથી આવી. તારા બાપ પાસેથી પૈસા લઈ આવ. તેઓ મારા સસરાને કહેતા હતાં કે આને ઘરમાં શું કામ રાખી છે તેને કાઢી મૂકો ઘરમાંથી. મારા પતિ પણ તેમને કશું બોલતા નહોતા.

પરિણીતાની પતિ મારઝૂડ કરતો
ત્યારબાદ પરિણીતા અને તેનો પતિ બાળકો સાથે અલગ રહેવા જતાં રહ્યાં હતાં. ત્યારે સાસરિયાઓ ત્યાં આવીને પણ વારંવાર ઝગડા કરવા આવી જતાં હતાં,. ત્યારબાદ પતિને પણ ચઢામણી કરવા લાગ્યા હતાં. જેથી પતિએ પણ મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. સાસરિયાઓથી કંટાળીને પરિણીતાએ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...