મોતની દીવાલ:અમદાવાદના અનુપમ બ્રિજ પાસે JCBની ટક્કરે દીવાલ ધરાશાયી થતા 3 દટાયા, પિતા-પુત્રીનું કરુણ મોત, કોન્ટ્રાકટર રૂ.5-5 લાખની સહાય કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ JCB પર પથ્થરમારો કર્યો

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસે આવેલા તલાશનગર નજીક બપોરના સમયે JCBની ટક્કરે એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડતાં તેની નીચે 3 લોકો દટાઈ ગયા હતા. જેમાં દીવાલ પાસે ઊભેલા પિતા-પુત્રીનું કરુણ મોત નિપજ્યું હતું. જે ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 2 ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા. બીજી તરફ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા.

બીજીતરફ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે, અનુપમ બ્રિજ પાસે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં પિતા-પુત્રીના મૃત્યુ મામલે કોન્ટ્રાક્ટર સાથે કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના શાસકો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ-પાંચ લાખની સહાય કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવશે

બનાવની જાણ થતાં મેયર કિરીટ પરમાર દોડી આવ્યા હતા
બનાવની જાણ થતાં મેયર કિરીટ પરમાર દોડી આવ્યા હતા

અનુપમ ખોખરા બ્રિજના નિર્માણની કામગીરી વખતે જે. સી.બી. રીવર્સ લેતી વખતે બેદરકારીથી હંકારતા દશામાંના મંદિર પાસે બેઠેલા પિતા પુત્રીનું મોટી દીવાલ પડવાની દુર્ઘટના બનતા તેઓના મોત થયા છે. બનાવની જાણ થતાં મેયર કિરીટ પરમાર, વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ, સ્થાનિક કાઉન્સિલરો ઇકબાલ શૈખ ઝુલ્ફિખાન,રુક્સના ઘાંચી, કમળાબેન વગેરે દોડી ગયા હતા કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે, જે પણ જવાબદાર કોન્ટ્રાક્ટ હોય તેની સામે શિક્ષા્મક પગલાં લેવાય અને મરણ પામનાર ગરીબ મૃતક પરિવારને વળતર મળવું જોઈએ અને બ્રીજ વિભાગના અધિકારીઓની સૂપરવિજિગના અભાવ માટે પણ વિજિલન્સ કરી જવાબદાર સામે પગલાં લેવા માં આવે.

દુર્ઘટના સ્થળની તસવીર
દુર્ઘટના સ્થળની તસવીર

દીવાલ નીચે દટાતા પિતા-પુત્રી મોતને ભેટ્યા
જાણકારી મુજબ ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહત ખાતે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં JCB મશીનની ટક્કર વાગતા એદ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન દીવાલની પાસે ઉભેલા 3 જેટલા લોકો તેમાં દટાઈ ગયા હતા. જેમાં હવા ખાા પિતા-પુત્રીનું કાટમાળમાં દટાઈ જતા થયેલી ઈજાઓથી મોત નિપજ્યું છે.

ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યા હતો
ઘટનાસ્થળે પોલીસનો કાફલો પહોંચ્યા હતો

ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં JCB મશીન રિવર્સમાં જતા સ્પષ્ટ દેખાય છે. જે 20 ફૂટ લાંબી દીવાલ સાથે અથડાતા તે ધરાશાયી થઈ ગઈ હતી. જેથી તેની નીચે બેઠેલા લોકો પણ તેની નીચે દટાઈ ગયા હતા. ઘટનાને પગલે વિસ્તાર લોકોના આક્રંદ અને રૂદન તથા ચિંચિયારીઓ ગૂંજી ઉઠ્યો હતો.

ઘટનાસ્થળના સીસીટીવીની તસવીર
ઘટનાસ્થળના સીસીટીવીની તસવીર

રોષ ભરાયેલા સ્થાનિકોએ પથ્થરમારો કર્યો
ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો, જેથી રોષે ભરાયેલા લોકોએ JCB પર પથ્થરમારો કર્યો હતો. લોકોના રોષથી ગભરાઈ ગયેલો ચાલક જીવ બચાવવા ત્યાં જ JCB મૂકીને ભાગી ગયો હતો. ઘટનાને પગલે મેયર પણ એલ.જી હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્તોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા.

સ્થાનિકોએ કાટમાળમાંથી દટાયેલા લોકોને બહાર કાઢ્યા
સ્થાનિકોએ કાટમાળમાંથી દટાયેલા લોકોને બહાર કાઢ્યા
અન્ય સમાચારો પણ છે...