તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક જામ:જશોદાનગર સર્કલ: રોજના 3 લાખ વાહનોની અવર-જવર ધરાવતો પોઈન્ટ હવે ટ્રાફિક જામનો અડ્ડો બન્યો

અમદાવાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નરોડા, નારોલ, મણિનગર, ડાકોર, નડીયાદ સહિતના સ્થળો તરફ જવા માટે જશોદાનગરનું આ સર્કલ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે
 • મણિનગર તરફ જતાં રોડને વધારે સ્પેસ અપાય તો આ સમસ્યા ઓછી થશે

પૂર્વના મહત્વના ચાર રસ્તા કે જ્યાંથી એક તરફ મણિનગર તરફ પ્રવેશ મળે છે તો બીજી તરફ એક રોડ નરોડા અને એક્સપ્રેસ વે તરફ જાય છે તેવાં જશોદાનગર ચાર રસ્તા પર દિવસ દરમિયાન આશરે 3 લાખ કરતા પણ વધારે વાહનો પસાર થતા હોય છે. જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. નારોલ નરોડા નેશનલ હાઇવે પર આવેલા આ ચાર રસ્તા પર જે ઓ‌વરબ્રિજ બનાવવામાં આવ્યો છે તે નેશનલ હાઇવેની સમાંતર રહેવાને બદલે ક્રોસમાં એટલે કે ગોરના કૂવાથી મહેમદાવાદ તરફનો છે. જેથી બ્રિજની નીચે સાંજે વાહનોનો ખડકલો થઈ જાય છે.

સાંજે 5થી 8 વચ્ચે સૌથી વધારે સમસ્યા હોય છે
સાંજે 5થી 8 વાગ્યા સુધી જશોદાનગર ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની છે. જો કેડિલા બ્રિજથી આવતાં અને સર્કલ પર મણિનગર તરફ જતાં રોડને વધારે સ્પેસ અપાય તો આ સમસ્યા ઓછી થશે. ચારેય દિશામાંથી આવતાં વાહનોના કારણે આખું સર્કલ જામ થઈ જાય છે. ટ્રાફિક પોલીસ મહેનત કરે છે છતાં અવેરનેસનાં અભાવે આ સમસ્યા સર્જાય છે. -ડો.જયેશ ગજ્જર,સીટીએમ

રોજના સહેજેય 3 લાખ વાહનો પસાર થાય છે
નરોડાથી નારોલ તરફના નેશનલ હાઇવે પર જે ઓ‌વરબ્રિજ બન્યા છે તેમાં જશોદાનગર અને ઇસનપુર ઓ‌વરબ્રિજની રચનાને લઈને ટ્રાફિક વધારે જામ થાય છે. તેમાં પણ જશોદાનગર ઓવરબ્રિજ નીચે જે સર્કલ છે ત્યાંથી એક તરફ મણિનગર બીજી તરફ નડિયાદ-ડાકોર અને નરોડા-નારોલનો ટ્રાફિક હોય છે. ઓફિસ આવર્સમાં વધુ ટ્રાફિક જામ થાય છે. -જયેશ મૂધવા, રહીશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો