તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલો..જય કનૈયા લાલ કી..:અમદાવાદના ઇસ્કોન અને ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી થશે, શહેરમાં અનેક સોસાયટીઓમાં પણ મટકી ફોડના કાર્યક્રમો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે

ભગવાન શ્રીકૃષ્ણના જન્મ અને નંદમહોત્સવને લઇ અમદાવાદ શહેરના વિવિધ મંદિરોમાં જન્માષ્ટમીના ઉત્સવને લઇ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભાડજ હરેકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, જગન્નાથ મંદિર, કલ્યાણ પુષ્ટિ વૈષ્ણવ હવેલી સહિતના મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. કલ્યાણ પુષ્ટિ હવેલીમાં જન્મોત્સવનો તહેવાર કોરોનાના ગાઈડલાઈનના પાલન સાથે ઉજવવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો ભગવાનના દર્શન કરી શકશે. કોરોનાં મહામારીના કારણે શોભાયાત્રા કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીનો વ્યાપ અને નિયંત્રણો હોવાના કારણે લોકો જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શક્યા ન હતા. પરંતુ આ વર્ષે કોરોનાની ગાઇડલાઇન સાથે તહેવાર ઉજવવાનો હોય શહેરમાં આવેલી અનેક સોસાયટીઓમાં પણ મટકી ફોડ અને નંદ ઉત્સવના આયોજન કરવામાં આવ્યા છે.

પરિસરમાં 200 દર્શનાર્થીઓને દર્શન કરવામાં આવશે
એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિર ખાતે આ વર્ષે કોરોના મહામારીને કારણે સરકારની ગાઈડલાઈન પ્રમાણે જન્માષ્ટમીના રોજ દર્શનાર્થીઓ માટે મંદિરમાં કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દર્શન કરવામાં આવશે. મંદિર પરિસરમાં 200 દર્શનાર્થીઓને દર્શન કરવામાં આવશે. કોરોના મહામારીની તકેદારીના ભાગરૂપે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યિલ ડિસ્ટન્સીન્ગનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે. મંદિર પરિસરમાં ભીડના થાય તેના માટે કોઈ પણ દર્શનાર્થીને મંદિર પરિસરમાં બેસવા દેવામાં નહિ આવે.સાથે સાથે અમદાવાદના ભાવિક ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા મંદિર ના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તથા મહા-અભિષેક નિહાળી શકે.

ભગવાનને મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાઇનીસ ભોજન અપાશે
જન્માષ્ટમીના દિવસે સવારે 4.30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે ત્યારબાદ 7.30 વાગ્યે ભગવાન ના નવા વસ્ત્રોના શ્રુંગાર દર્શન ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ કથા અને ત્યારબાદ સવાર 9 થી રાત્રીના 1 વાગ્યા સુધી અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે. રાત્રીના 10.30 કલાકે ભગવાનનો મહા-અભિષેક કરવામાં આવશે અને પછી 11.30 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને 1008 વિવિધ વાનગીઓ જેમ કે મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાઇનીસ, તથા ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમ ભક્તો ઓનલાઈન ઇસ્કોન મંદિરના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર નિહાળી શકશે.

આ વર્ષે પણ પ્રસાદી ભંડારો રાખવામાં આવ્યો નથી
ઇસ્કોન મંદિરના સંચાર નિયામક હરેશ ગોવિંદ દાસજી દ્વારા જણાવામાં આવ્યું હતું કે, "આ વર્ષે સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી છે તેને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમી મનાવવામાં આવશે. "જન્માષ્ટમીના દિવસ જે પણ વિધિ-વિધાન તથા પૂજા થશે તેનું લાઈવ દર્શન ભક્તો ઘરે બેઠા ઇસ્કોન અમદાવાદના ફેસબુક તથા યુ-ટ્યૂબ પેજ પર કરી શકશે." ઇસ્કોન મંદિરના પ્રમુખ કલાનાથ ચૈતન્ય દાસજી દ્વારા જણાવામાં આવ્યું કે, "દર વર્ષે ઇસ્કોન મંદિર જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ ધામધુમથી ઉજવતું આવી રહ્યું છે પરંતુ આ વર્ષે સરકાર દ્વારા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે દરેક પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. સતત આ વર્ષે પણ પ્રસાદી ભંડારો રાખવામાં આવ્યો નથી " તેમને આગળ જણાવ્યું કે, "જન્માષ્ટમીના દિવસે વિશ્વવ્યાપી કોરોના મહામારીથી લોકો ની રક્ષા તથા લોકો સ્વસ્થ રહે તે માટે ભક્તો દ્વારા વિશેષ પ્રાર્થના તથા અર્ચના કરવામાં આવશે.

મંદિર આખો દિવસ દર્શન માટે ખુલ્લું રહેશે
ભાડજ હરેકૃષ્ણ મંદિરના જગનમોહન કૃષ્ણ દાસા જન્માષ્ટમી ઉત્સવની ભવ્યતા સમજાવતા જણાવે છે કે, જન્માષ્ટમી તે આશરે 5000 વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણની મથુરાની પવિત્રભૂમિ પર દિવ્યપ્રાગ્ટયની ઉજવણી છે. જન્માષ્ટમી ઉતસ્વ દરેક કૃષ્ણભક્તો માટે બહૂ જ આનંદમય પ્રંસગ હોય છે અને તે સંપૂર્ણ વિશ્વમાં ઘણા જ ઉત્સાહભેર અને ઠાઠમાઠથી ઉજવાય છે. ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 30 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી અને તા.31 ઓગસ્ટના રોજ નંદોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી માટે બહાર પડેલ ગાઈડલાઈન્સ ધ્યાનમાં રાખી વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોની અનુકૂળતાને ધ્યાનમાં રાખી ને મંદિર આખો દિવસ કોઈપણ જાતના વિરામ વગર દર્શન માટે ખુલ્લું રહેશે. ભગવાનના દર્શન મહામંગલા આરતી અને ભગવાન શ્રીકૃષ્ણ જન્મ ઘડી બાદ રાત્રે 1.00 વાગે બંધ થશે. આખા દિવસ દરમ્યાન જાણીતા ભજન ગાયકો દ્રારા સુંદર ભજન ગાવવામાં આવશે. સર્વે ભક્તો આ દિવ્યમય સંગીતનો લાભ લઈ શકશે જે તેમના ઉત્સવના આનંદમાં વધારો કરશે. ઉપરાંત ખાસ કાળજી માંગી લેતા લોકો અને ઘરડા લોકો માટે વ્હીલ ચેઅર, સહજ રીતે દર્શન કરવા માટેના પ્રવેશ વિગેરેની વ્યવસ્થા કરી છે.

મંદિરને ભારતભરમાંથી લવાયેલા પુષ્પોથી સજાવાશે
જન્માષ્ટમી દરમ્યાન હરેકૃષ્ણ મંદિર ખાતે રાધામાધવને સુંગધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવાશે. ભગવાનને સુંદર રેશ્મી વસ્ત્રોમાંથી બનાવેલ ભવ્ય પોશાક અને તેમજ ઉત્સવ માટે ખાસ વૃંદાવનથી તૈયાર કરેલ વિવિધ કિમંતી અલંકારો પહેરાવવામાં આવશે. ઉપરાંત મંદિરને ભારતના જુદા જુદા સ્થળોથી લાવેલ સુંગધીદાર અને રંગબેરંગી પુષ્પોથી સજાવવામાં આવશે. આ માટેની તૈયારી સતત 2 મહિના પહેલાથી કરવામાં આવે છે.

રથના રૂટ દરમ્યાન ભક્તો દ્રારા હરિનામ સંકિર્તન કરાશે
ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળા (ઝૂલન) સેવાનું પણ આયોજન કરવામાં આવેલું છે. સ્વર્ણ રથ જન્માષ્ટમી ઉતસ્વ દરમ્યાન ભગવાનશ્રી શ્રી રાધામાધવને વિશિષ્ટરીતે બનાવટ કરેલ સ્વર્ણરથમાં સાંજે 7 વાગે સવારી કરાવવામાં આવશે. કાર્યક્રમની શરૂઆતમાં રથની પૂજા કરી સાથોસાથ વૈદિકગ્રંથોના વૈદીક મંત્રોનું ગાન અને ભગવાનશ્રી ની મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો દ્રારા રથના દોરડા ખેંચીને ભગવાન રાધા માધવને મંદિર પરિસરની ફરતે સવારી કરાવવામાં આવશે. રથના સંપૂર્ણ રૂટ દરમ્યાન ભક્તો દ્રારા હરિનામ સંકિર્તન કરવામાં આવશે. સ્વર્ણરથ ઉત્સવએ ગુજરાતનાં મંદિરોમાં થતી વિશિષ્ટ ઉજવણીઓમાંની એક ઉજવણી છે.

નંદોત્સવ અને વ્યાસપૂજાની ઉજવણી
આશરે પાંચ હજાર વર્ષ પહેલા, જયારે ભગવાન શ્રી કૃષ્ણનું અવરતરણ થયું, ત્યારે મહારાજા નંદ અને માતા યશોદા બાલકૃષ્ણને પવિત્ર વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, મધ વગેરે અને વિવિધ અન્ય વસ્તુઓ જેમ કે પંચગવ્ય, ઔષધિયો, ફળોના રસ અને પુષ્પો થી અભિષેક કરવામાં આવશે. તેમજ સાત પવિત્ર નદીઓના જળવાળા 108 કળશથી ભગવાનનો અભિષેક સવારના 9.00 વાગે તેમજ રાત્રે 10.00 વાગે કરવામાં આવશે. જન્માષ્ટમી મહોત્સવમાં મધ્યરાત્રિના 12 વાગ્યે સંકિર્તન સાથે ભગવાનની ભવ્ય મહા આરતી કરવામાં આવશે. તા. 31 ઓગસ્ટ, 2021ના રોજ નંદોત્સવ અને વ્યાસપૂજાની ઉજવણી કરવામાં આવનાર છે. વૈષ્ણવ ગુરૂના જન્મને વ્યાસપૂજા તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય શ્રીલા પ્રભુપાદનો જન્મ નંદોત્સવના દિવસે થયો હોવાથી આ ઉત્સવને વ્યાસપૂજા મહોત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...