તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવમાં અંતર જ ધર્મ:ઓગસ્ટમાં આવનારા જન્માષ્ટમી, ગણેશ મહોત્સવ, ભાદરવાનો મેળો, તાજિયા જુલૂસ, લોકમેળા પર રોક

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જન્માષ્ટમી: 12મી ઓગસ્ટે જન્માષ્ટમીનો ઉત્સવ છે પણ આ વખતે દ્વારકા અને ડાકોર મંદિર બંધ રહેશે. - Divya Bhaskar
જન્માષ્ટમી: 12મી ઓગસ્ટે જન્માષ્ટમીનો ઉત્સવ છે પણ આ વખતે દ્વારકા અને ડાકોર મંદિર બંધ રહેશે.
  • ઓગસ્ટ-સપ્ટેમ્બરના આ તહેવારોમાં 20-30 લાખ લોકો સામેલ થાય છે એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે આ નિર્ણય જરૂરી હતો

કોરોના મહામારીને અટકાવવાના હેતુથી વિવિધ ધાર્મિક સંગઠન તરફથી રજૂઆત મળતા રાજય સરકારે તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકયો હોવાનું ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, તહેવારો નિમિત્તે નીકળતી શોભાયાત્રા,મેળાઓ,પગપાળા યાત્રા,તાજિયાના જૂલુસ, સેવા કેમ્પ,શોભાયાત્રા સ્વરૂપે કરાતા મૂર્તિ વિસર્જન સહિતની કોઇપણ પ્રકારની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ગૃહરાજ્ય મંત્રી જાડેજાએ વિસ્તૃત વિગત આપતા કહ્યું કે, પદયાત્રાના સંઘો, સેવા કેમ્પના આયોજકો તથા ગણપતિ મહોત્સવ મંડળો તરફથી કોરોના સંક્રમણને અટકાવવા જાહેર ઉજવણી દરમિયાન નિયમોનું પાલન થઇ શકે તેમ ન હોવાથી કોરોનાના સંક્રમણનો ભય વધુ રહે છે,આથી આ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મુકવો જોઇએ તેવી રજૂઆત સરકારને કરવામાં આવી હતી. આ રજૂઆતો પર વિચારણા કર્યા પછી નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવનારા તમામ ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

કયાં તહેવારોની જાહેર ઉજવણી નહીં
જન્માષ્ટમી,પર્યુષણ પર્વ,શ્રાવણી અમાસનો મેળો,ભાદરવી પૂનમે અંબાજીનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ,રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો સહિત વિવિધ તહેવારોની જાહેર ઉજવણી પર પ્રતિબંધ છે. ઉપરાંત તહેવારોને અનુલક્ષીને પગપાળા સંઘો,પદયાત્રિકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પ,મહોરમ-તાજીયાના જુલૂસ,શોભાયાત્રા, વિસર્જન જેવી ઉજવણી થઇ શકશે નહીં.

ભાસ્કર વિચાર: એકબીજાના આરોગ્યની કાળજી રાખવી એ જ સૌથી મોટો ધર્મ છે... આવો, આ ધર્મ પાળીએ
સૌરાષ્ટ્રમાં મેળા અત્યંત પ્રખ્યાત, 15 લાખ લોકો ઉમટી પડે છે

આમ તો આખા રાજ્યમાં મેળા પ્રખ્યાત છે પરંતુ સાતમ-આઠમ નિમિત્તે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટમાં યોજાતો મેળો અત્યંત પ્રચલિત છે. તેમાં લગભગ 15 લાખ લોકો ઉમટી પડે છે પરંતુ આ વખતે કોરોનાને કારણે આપણે સૌ તેનાથી દૂર રહીએ તેમાં ભલાઈ છે.

ગણેશોત્સવ: 22મી ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. આ વખતે જાહેર સ્થળે સ્થાપના થઈ શકશે નહીં.
ગણેશોત્સવ: 22મી ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થશે. આ વખતે જાહેર સ્થળે સ્થાપના થઈ શકશે નહીં.

વિઘ્નહર્તાની સ્થાપના-વિસર્જન આ વખતે ઘરમાં રહીને જ કરીએ
ટિળક મહારાજ દ્વારા શરૂ થયેલો ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. મહારાષ્ટ્રનો આ તહેવાર હવે ગુજરાતમાં પણ ભારે ધામધૂમથી ઉજવાય છે. ચાલુ વર્ષે ગણેશજીની સ્થાપના પણ ઘરમાં જ કરીએ અને તેનું વિસર્જન પણ ઘરમાં કરીશું તો આપણા જીવનમાં કોઈ વિઘ્ન આવશે નહીં.

મોહરમ: 30 કે 31 ઓગસ્ટે મોહરમ આવશે પણ આ વખતે તાજિયાના જુલૂસ કાઢી શકાશે નહીં.
મોહરમ: 30 કે 31 ઓગસ્ટે મોહરમ આવશે પણ આ વખતે તાજિયાના જુલૂસ કાઢી શકાશે નહીં.

મોહરમમાં મુસ્લિમ સમાજ માતમ મનાવે છે, પણ જુલૂસ નહીં નીકળે
મોહરમમાં મુસ્લિમ સમાજ માતમ મનાવે છે. એ દ્વારા પણ અલ્લાહની ઇબાદત કરવામાં આવે છે. તાજિયા જુલૂસની આગલી રાત કતલની રાત કહેવાય છે. બીજા દિવસે ઇમામ હસન હુસૈનની યાદમાં તાજિયા જુલૂસ કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોનાને કારણે નહીં નીકળે.

અંબાજી મેળો: 2 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ નિમિત્તે મેળો ભરાય છે પણ કોરોનાને કારણે આ વખતે બંધ રહેશે.
અંબાજી મેળો: 2 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ નિમિત્તે મેળો ભરાય છે પણ કોરોનાને કારણે આ વખતે બંધ રહેશે.

ભાદરવી પૂનમ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં મેળો ભરાતો હોય છે
દર વર્ષે અંબામાના શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. ત્યાં મેળો પણ ભરાતો હોય છે. લગભગ 20 લાખથી વધુ લોકો પગપાળા કે વાહન દ્વારા અંબાજીમાં ઉમટી પડે છે. ચાલુ વર્ષે પદયાત્રા નહીં કરીને ઘરે રહી માતાજીની આરાધના કરીએ તે જ આપણા માટે ઇષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...