ચોરી:જન્માષ્ટમીએ મિત્રના ઘરમાંથી દાગીનાની ચોરી કરનાર ઝડપાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વસ્ત્રાલમાં બે મિત્ર નાસ્તો લેવા ગયા ત્યારે મિત્રે ચોરી કરી

વસ્ત્રાલમાં મિત્રએ જન્માષ્ટમીના દિવસે પરિવાર બહાર ગયો હોઈ બે મિત્રોને નાસ્તો કરવા ઘરે બોલાવ્યા હતા. આ પૈકી એક મિત્રે નાસ્તો લેવા ગયેલા ઘરમાલિકની ગેરહાજરીમાં સોનાના દાગીનાની ચોરી કરી હતી. જો કે ચોરીની ફરિયાદ થાય તે પહેલા જ દાગીના ચોરનાર મિત્ર પોલીસના હાથમાં પકડાઈ ગયો હતો.

વસ્ત્રાલમાં રહેતા વિજય ગંગાસાગર રાજપૂતે જન્માષ્ટમીના દિવસે પરિવાર બહાર ગયો હોઈ બે મિત્ર મનોજ ઠક્કર અને અલ્પેશ પરમારને બોલાવ્યા હતા. સાંજના સમયે વિજય અને અલ્પેશ નાસ્તો લેવા બહાર ગયા તે દરમિયાન મનોજે વિજયના ઘરમાં તિજોરીમાંથી સોનાના દાગીના (કિંમત રૂ.2 લાખ)ની ચોરી કરી હતી.

બંને મિત્રો ઘરે ગયા બાદ જ્યારે વિજયનો પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે પત્ની ઉપરના માળે સાફસફાઈ કરવા ગઈ હતી. ત્યારે તેણે સોફા પર સોનાનું પેન્ડન્ટ પડેલું જોતા વિજયને બોલાવી તિજોરીમાંથી પેન્ડન્ટ સોફા પર કેવી રીતે આવ્યું તે અંગે પૂછપરછ કરી હતી અને તિજોરીમાં તપાસ કરતા અંદરથી સોનાના દાગીના ગુમ થયાનું જાણવા મળ્યું હતું. દરમિયાન રામોલ પોલીસે શંકાના આધારે મનોજ ઠક્કરને રોકી તેની તપાસ કરતા તેની પાસેથી સોનાના દાગીના મળી આવ્યા હતા. જે અંગે પૂછપરછ કરતા તેણે પોતાના મિત્ર વિજય રાજપૂતના ઘરેથી ચોરી કર્યાની કબૂલાત કરતા રામોલ પોલીસે વિજય રાજપૂતનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વિજય રાજપૂતે મનોજ ઠક્કર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...