તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનો પર બ્રેક!:અમદાવાદ-કેવડિયા જન શતાબ્દી સ્પેશ્યલ ટ્રેન ફરી દરરોજ દોડશે, જ્યારે અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડતી તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
તેજસ એક્સપ્રેસ ટ્રેનની ફાઈલ તસવીર - Divya Bhaskar
તેજસ એક્સપ્રેસ ટ્રેનની ફાઈલ તસવીર
  • અમદાવાદ-મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો

ગુજરાતમાં કોરોનાના કહેરની અસર પ્રવાસન પર પડી રહી છે. કોરોનાના વધતા કેસને પગલે યાત્રીઓની સંખ્યા ઘટતા અમદાવાદ-કેવડિયા વચ્ચે દોડતી જન શતાબ્દી સ્પેશ્યલ ટ્રેનને આગળની સૂચના સુધી રદ રાખવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા કરાયો હતો. પરંતુ આજે જન શતાબ્દી સ્પેશ્યલ ટ્રેનને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેનને પણ 2જી એપ્રિલથી એક મહિના સુધી રદ કરવામાં આવી છે.

અમદાવાદથી કેવડિયા વચ્ચે ટ્રેન રદ
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ અને કેવડિયા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09249 અમદાવાદ-કેવડિયા જનતાબ્દી સ્પેશ્યલ તથા ટ્રેન નંબર 09248 કેવડિયા - અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ ટ્રેનને મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આગળની સૂચના સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ આજે પશ્ચિમ રેલવે દ્વારા ફરીથી અમદાવાદ-કેવડિયાની આ સ્પેશિયલ ટ્રેનને દોડતી કરવાનો નિર્ણય લેવાયો છે..

જન શતાબ્દી સ્પેશ્યલ ટ્રેનની ફાઈલ તસવીર
જન શતાબ્દી સ્પેશ્યલ ટ્રેનની ફાઈલ તસવીર

તેજસ એક્સપ્રેસ પણ 1 મહિના માટે રદ
બીજી તરફ ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કોરાના વાયરસ (કોવિડ -19)ના વધતા જતા કેસોને લઈને તેજસ એક્સપ્રેસ એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. IRCTC દ્વારા સંચાલિત ટ્રેન નંબર 82902/82901 તેજસ એક્સપ્રેસ અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડે છે. પશ્ચિમ રેલવેએ 02 એપ્રિલ 2021થી આ ટ્રેનને એક મહિના માટે રદ કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. તેમાં પણ ગુરુવારે 24 કલાકમાં 2410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે બુધવારે 2360 નવા કેસ નોંધાયા હતા. 31 માર્ચે 24 કલાકમાં 2015 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. સુરતમાં 4, અમદાવાદમાં 3 તથા વડોદરા અને ભાવનગરમાં 1-1 મળી કુલ 9 દર્દીના મોત થયાં હતા. રાજ્યમાં સતત બીજા દિવસે 9 દર્દીઓએ કોરોના કારણે જીવ ગુમાવતાં મૃત્યુઆંક 4528એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 94.35 ટકા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો