તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:દસ્ક્રોઇના ભાજપના ધારાસભ્ય બાબુ જમના કોરોના પોઝિટિવ, સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (વચ્ચે)ની ફાઈલ તસવીર - Divya Bhaskar
ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ (વચ્ચે)ની ફાઈલ તસવીર
  • દસક્રોઈના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાયા
  • ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણો સાથેનો દર્દી મળતા ખળભળાટ

અમદાવાદ શહેર ફરી એકવાર કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. નગરપાલિકાની ચૂંટણી બાદથી જ શહેરમાં રોજે રોજ નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે દસ્ક્રોઈનાં ભાજપના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ કોરોના સંક્રમિત થયા હોવાની ખબર મળી રહી છે. ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવ્યા છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનના શંકાસ્પદ લક્ષણો સાથેનો દર્દી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મુખ્યમંત્રી પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા
કોરોના વાયરસની ઝપેટમાં અત્યાર સુધી ઘણા નેતાઓ અને મંત્રીઓ આવી ચૂક્યા છે. રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા હતા. જોકે તેઓ યુ.એન મહેતા હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સ્વસ્થ થઈ ગયા હતા. તેમજ મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણિયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા તેમજ મુખ્યમંત્રીના PA શૈલેષ માંડલિયા પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા ધારાસભ્યો અને મંત્રી

નામહોદ્દો
કેશુભાઈ પટેલપૂર્વ મુખ્યમંત્રી
હર્ષ સંઘવીધારાસભ્ય
કિશોર ચૌહાણધારાસભ્ય
નિમાબહેન આચાર્યધારાસભ્ય
બલરામ થાવાણીધારાસભ્ય
પૂર્ણેશ મોદીધારાસભ્ય
જગદીશ પંચાલધારાસભ્ય
કેતન ઈનામદારધારાસભ્ય
વી.ડી. ઝાલાવાડિયાધારાસભ્ય
રમણ પાટકરરાજ્યકક્ષાના મંત્રી
પ્રવીણ ઘોઘારીધારાસભ્ય
મધુ શ્રીવાસ્તવધારાસભ્ય
ધર્મેન્દ્રસિંહ જાડેજારાજ્યકક્ષાના મંત્રી
ગોવિંદ પટેલધારાસભ્ય
અરવિંદ રૈયાણીધારાસભ્ય
રાઘવજી પટેલધારાસભ્ય
જયેશ રાદડિયાકેબિનેટ મંત્રી
બીનાબહેન આચાર્યમેયર, રાજકોટ
દિનેશ મકવાણા(ડેપ્યુટી મેયર, અમદાવાદ
અમિત શાહકેન્દ્રીય ગૃહમંત્રી
ડો.કિરીટ સોલંકીસંસદ સભ્ય
રમેશ ધડુકસંસદ સભ્ય
હસમુખ પટેલસંસદ સભ્ય
અભય ભારદ્વાજસંસદ સભ્ય

આ અગાઉ કોરોના સંક્રમિત થયેલા સંગઠનના હોદ્દેદારો

નામહોદ્દો
સી.આર.પાટીલપ્રદેશ પ્રમુખ
ભરત પંડ્યાપ્રદેશ પ્રવક્તા
પ્રદીપસિંહ વાઘેલાપ્રદેશ મંત્રી
પરેશ પટેલપ્રદેશ કાર્યાલય મંત્રી
મોના રાવલમહિલા મોરચાના કાર્યાલય મંત્રી
જગદીશ મકવાણાસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી
સત્યદીપસિંહ પરમારસુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના પ્રભારી
દિલીપ પટેલસુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીની આશંકા
ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીની આશંકા

કલોલમાં આફ્રિકાથી આવેલી વ્યક્તિ કોરોના સંક્રમિત
ત્યારે ગુજરાતમાં કોરોનાના વિદેશી સ્ટ્રેનને લઈને ચિંતા વધી ગઈ છે, ત્યારે આફ્રિકામાં હાહાકાર મચાવનાર કોરોનાના એલ-વન અને એલ-ટુ ટાઈપ સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતો દર્દી મળી આવતાં ગાંધીનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૂળ કલોલનો રહેવાસી યુવાન થોડા દિવસો અગાઉ જ સાઉથ આફ્રિકાથી ગાંધીનગર આવેલો હતો, જેને કોરોનાનાં લક્ષણો જણાતાં ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો બાબતે હાલ તેનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે.

યુવકનો આરટી પીસીઆર ટેસ્ટ પુણે મોકલાયો
આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ નિયતિબેન લાખાણીએ જણાવ્યું હતું કે કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, યુવાન આફ્રિકાથી આવ્યો હોવાથી તેનો આરટી પીસીઆર ટેસ્ટ કરતાં તે પોઝિટિવ મળી આવ્યો છે, જેનાં સેમ્પલ કુરિયર મારફત પુણેની લેબોરેટરીમાં મોકલી આપ્યાં છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વધુ હકીકત જાણવા મળશે. હાલમાં તેના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે.