તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસ:જમાલના ભાઈ શબ્બીરે 4 અધિકારીને આરોપમુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • કેસમાં 8માંથી 4 પોલીસ અધિકારીને CBI કોર્ટે આરોપમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા 4 પોલીસ કર્મચારીઓને આરોપમુક્ત કરવાના સીબીઆઈ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો છે. ભાવનગર રહેતા સાદિક જમાલના ભાઇએ સીબીઆઇ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. આ કેસમાં અત્યાર સુધી તરુણ બારોટ, અજયપાલ સિંહ, છત્રસિંહ ચુડાસમા અને માવાણીને સીબીઆઈ કોર્ટે આરોપમાંથી મુક્ત કર્યા છે. તે તમામ સામે યોગ્ય તપાસ કરીને સીબીઆઇના ચુકાદાને રદ કરીને આરોપીઓ સામે આરોપ ઘડવા દાદ માગવામાં આવી છે.

સાદિક જમાલના ભાઇ શબ્બીર જમાલે હાઇકોર્ટમાં કરેલી અપીલમાં રજૂઆત કરી છે કે, સીબીઆઇ કોર્ટે આરોપમુકત કરેલા 4 પોલીસ કર્મચારીઓ સામેના આરોપ રદ કરી શકાય નહીં. તેમની સામે પૂરતા પુરાવા છે અને સાક્ષીઓના નિવેદનો છે. આવા સંજોગોમાં પુરાવાને ધ્યાને લીધા વગર તેમને આરોપોમાંથી મુક્ત કરવાનો નિર્ણય ફેર ચકાસણી કરવા યોગ્ય છે. સીબીઆઇ કોર્ટે 4 પોલીસ અધિકારીને આરોપમાથી ડિસ્ચાર્જ કરતા તેના ચુકાદામાં એવું અવલોકન કર્યું છે કે, સીબીઆઇએ કેટલાક અધિકારીઓના નિવેદનો નોંધ્યા નથી. સીબીઆઇએ કેટલાક સાક્ષી બનેલા પોલીસ અધિકારીઓના નિવેદન નહીં નોંધવાને લીધે તેમની સામેના આરોપો સાબિત થતા નથી.

સાદિક જમાલ એન્કાઉન્ટર કેસમાં કુલ 8 આરોપીઓ છે. તે પૈકી જી.એચ. ગોહિલ અને આઈ.એ સૈયદની ડિસ્ચાર્જ અરજી સીબીઆઇ કોર્ટમાં પડતર છે. અન્ય એક આરોપીનું ટ્રાયલ દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે કે.એમ વાઘેલાએ હાઇકોર્ટમાં અરજી કરી છે જેની સુનાવણી પેન્ડિંગ છે.

અન્ય સમાચારો પણ છે...